Monsoon 2024 : ગુજરાત પર એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ વિસ્તારોમાં ધબધબાટી બોલાવશે, જુઓ Video

|

Aug 24, 2024 | 9:52 AM

ગુજરાતમાં હવે ચોમાસુ બરાબર જામી ગયુ છે. ગુજરાત પર એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે. આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા હવામાન વિભાગની સૂચના છે. ભારે પવન સાથે કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસી શકે છે. 

ગુજરાતના મોટાભાગના શહેરોમાં વરસાદી માહોલ જામ્યો છે. સુરત અને અમરેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. તો આ તરફ અમદાવાદ સહિત 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. તો આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં પણ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક શહેરમાં રેડ એલર્ટ, તો રાજ્યના અન્ય વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

Next Video