AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત ચૂંટણી 2022:  મહેસાણા: ખેરાલુમાં આચારસંહિતા ભંગનો વીડિયો બનાવનાર યુવાનને ધમકી આપવા મુદ્દે નોંધાઈ ફરિયાદ

ગુજરાત ચૂંટણી 2022: મહેસાણા: ખેરાલુમાં આચારસંહિતા ભંગનો વીડિયો બનાવનાર યુવાનને ધમકી આપવા મુદ્દે નોંધાઈ ફરિયાદ

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 05, 2022 | 12:00 AM
Share

Gujarat Election 2022: મહેસાણાના ખેરાલુ તાલુકાના મલેકપુર ગામમાં આચારસંહિતા ભંગ મુદ્દે ફરિયાદ નોંધાઈ છે. આચારસંહિતા ભંગ કરનારનો વીડિયો બનાવનાર યુવકને ધમકી આપવાના કેસમાં ધમકી આપનાર સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

મહેસાણાના ખેરાલુ તાલુકાના મલેકપુર ગામમાં આચારસંહિતા ભંગનો વીડિયો બનાવનાર યુવાનને ધમકી કેસમાં ફરિયાદ નોંધાઇ છે. વિષ્ણુ રાવત નામના યુવાને ધારાસભ્ય અજમલજી ઠાકોરના પુત્ર સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી યુવાનનો આક્ષેપ છે કે ગઇકાલે આચારસંહિતા લાગુ થયા બાદ પણ તેમના ગામમાં ભાજપના સમર્થનમાં સભા યોજાઇ હતી. ધારાસભ્ય અજમલજી ઠાકોરના પુત્ર મુકુંદ ઠાકોરે ભાજપના સમર્થનમાં સભા યોજી હતી.  જેનો વીડિયો બનાવ્યો હતો. જેથી યુવાનને જાતિવિષય શબ્દો અને ધમકી આપવામાં આવી હતી. આ સમગ્ર મામલે ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મહેસાણા જિલ્લામાં 1869 મતદાન મથકો

મહેસાણા જિલ્લામાં ચૂંટણીપંચના નવતર અભિગમ અન્વયે 49 સખી મતદાન મથકો, 02 યુવા સંચાલિત મતદાન મથકો, 07 મોડલ પોલીંગ સ્ટેશન અને 07 ઈકો ફ્રેન્ડલી સ્ટેશન તૈયાર કરાયા છે. મહેસાણા જિલ્લામાં 80 વર્ષથી ઉપરના મતદારો તેમજ PWD મતદારોએ મતદાન મથકોએ મત આપવા નિર્ણય કર્યો છે તેવા મતદારોને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા આપવામાં આવેલ સન્માનપત્રથી સન્માનીત કરવામાં આવશે.

જિલ્લામાં મુક્ત અને ન્યાયી ચૂંટણી થાય તે માટે દરેક પ્રકારની ફરીયાદો માટે આર.ઓ અને જિલ્લા કક્ષાએ કંટ્રોલરૂમ કાર્યરત કરાયો છે. 04 ડિસેમ્બરે સવારે 08 કલાકથી મહેસાણા જિલ્લાની સાત વિધાનસભા વિસ્તારોમાં આવેલ ડિસ્પેચીંગ સેન્ટરો પરથી પોલિંગ સ્ટાફ મતદાન સામગ્રી અને ઈવીએમ સાથે, ચૂસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ મતદારોનો અમૂલ્ય મત લેવા માટે વિવિધ મતદાન મથકો પર પ્રસ્થાન કરશે.

 

Published on: Dec 04, 2022 11:59 PM
g clip-path="url(#clip0_868_265)">