AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરી હુંકાર, વર્ષ 2027માં અમારી સરકાર બનશે એવો દાવો કર્યો – જુઓ Video

AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરી હુંકાર, વર્ષ 2027માં અમારી સરકાર બનશે એવો દાવો કર્યો – જુઓ Video

| Edited By: | Updated on: Jan 12, 2026 | 5:20 PM

AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ દાવો કર્યો છે કે, વર્ષ 2027 માં રાજ્યમાં સત્તા પરિવર્તન થશે અને તેમની સરકાર બનશે. ચૈતર વસાવાએ આકરા અંદાજમાં જણાવ્યું કે, આદિવાસી યુવાનોને ગેરમાર્ગે દોરવાનું કામ કરવામાં આવી રહ્યું છે.

છોટાઉદેપુરમાં AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ પૂર્વ વન પ્રધાન પર ગંભીર આક્ષેપો લગાવતા ચેતવણી આપી છે. નામ લીધા વિના ચૈતર વસાવાએ જણાવ્યું કે, કરોડોના બંગલા બનાવાયા છતાં બાળકોની આંગણવાડી હજુ સુધી બની નથી.

ચૈતર વસાવાએ આદિવાસી યુવાનોને ગેરમાર્ગે દોરવાનું કામ કરવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું અને ‘ખોટા પ્રમાણપત્રો’ ખોટા લોકોને આપવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ કર્યો. તેમણે નામ લીધા વિના પૂર્વ વન પ્રધાન પર ગંભીર આક્ષેપો કર્યા અને જણાવ્યું કે, સાપુતારા, મુંબઈ, દીવ-દમણમાં રિસોર્ટ તેમજ હોટલો છે, જે અંગે તપાસ કરવાની જરૂર છે.

ચૈતર વસાવાએ વર્ષ 2027 માં અમારી સરકાર બનશે તેવા દાવા સાથે કહ્યું કે, જ્યારે તેમની સરકાર બનશે ત્યારે તમામ મુદ્દાઓની વિગતવાર તપાસ કરાવવામાં આવશે અને ગેરરીતિમાં સંડોવાયેલા તમામ નેતાઓને જેલ ભેગા કરીશું.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

Published on: Jan 12, 2026 05:19 PM