ગુજરાત ચૂંટણી 2022: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો વડોદરામાં યોજાયો રોડ શો, મોટી સંખ્યામાં ઉમટી જનમેદની

Gujarat Election 2022: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો વડોદરામાં રોડ શો યોજાયો હતો. જેમા ચોખંડી, માંડવી, ચાંપાનેર, કોયલી, ફળિયાથી જ્યુબેલી બાગ સુધી રોડ શો યોજાયો હતો. જેમા મોટી સંખ્યામાં જન સમુદાય ઉમટ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2022 | 12:03 AM

વડોદરામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો રોડ શો યોજાયો હતો. ત્રણ વિધાનસભા વિસ્તારમાં અંદાજે ત્રણ કિલોમીટરનો રોડ શો યોજાયો હતો. જેમા અપ્સરા સિનેમા પ્રતાપનગરથી આ રોડ શોની શરૂઆત થઈ હતી. જે ચોખંડી, માંડવી, ચાંપાનેર, કોયલી ફળિયા થઈ જ્યુબેલી બાગ સુધી રોડ શો યોજાયો હતો. જેમા મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી

આ તરફ અમિત શાહે મહેસાણાના વિજાપુરમાં જનસભા સંબોધી હતી. જેમા અમિત શાહે નર્મદા યોજના મુદ્દે કોંગ્રેસને આડેહાથ લીધી. અમિત શાહે પ્રહાર કરતા જણાવ્યું કે કોંગ્રેસે ઉત્તર ગુજરાતની ચિંતા નથી કરી. નર્મદા યોજનાને કોર્ટ કેસમાં ગૂંચવાયેલી રાખી. PM મોદીએ નર્મદા યોજનાને કોર્ટમાંથી વિજય અપાવ્યો અને નર્મદાના નીર મહેસાણા થઇને છેક રાજસ્થાન સુધી પહોંચાડ્યા.

કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આજ દિન સુધી કોઈ તોફાની માથું ઊંચકી શક્યા નથી અને છેલ્લા 20 વર્ષમાં એક પણ વાર ભગવાન જગન્નાથની યાત્રા રોકવી ન પડે તે પ્રકારે આન, બાન અને શાન સાથે નીકળે છે.તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતને દેશમાં પ્રથમ વખત 24 કલાક વીજળી આપતું રાજ્ય બનાવ્યું. કોંગ્રેસે તેના સમયમાં ગુજરાતને કોમી તોફાનમાં નંબર એક બનાવ્યું જ્યારે શ્રી મોદીજીએ વિકાસમાં ગુજરાતને નંબર એક બનાવ્યું.કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે કોંગ્રેસ દરેક જગ્યાએ બોર્ડ લગાવે છે કે કોંગ્રેસના કામ બોલે છે પરંતુ છેલ્લા 32 વર્ષથી આ કોંગ્રેસ સત્તામાં જ નથી તો કયું કામ કોંગ્રેસનું બોલે છે. કોંગ્રેસ લાજવાને બદલે ગાજી રહ્યું છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">