Gujarat Election 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રચારમાં પીએમ મોદીએ આપ્યો નવો નારો, આ ગુજરાત મે બનાવ્યું છે
ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ પીએમ મોદી પ્રથમ વખત ગુજરાતના પ્રવાસે આવ્યા છે. જેમાં આજે તેમણે વલસાડથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે. જેમાં પીએમ મોદીએ લોકોને સંબોઘતા એક નવો નારો આપ્યો છે. તેમણે લોકોને " આ ગુજરાત મેં બનાવ્યું છે " નો નવો નારો આપ્યો છે
ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ પીએમ મોદી પ્રથમ વખત ગુજરાતના પ્રવાસે આવ્યા છે. જેમાં આજે તેમણે વલસાડથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે. જેમાં પીએમ મોદીએ લોકોને સંબોઘતા એક નવો નારો આપ્યો છે. તેમણે લોકોને ” આ ગુજરાત મેં બનાવ્યું છે ” નો નવો નારો આપ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે પ્રત્યેક ગુજરાતીએ ગુજરાત બનાવ્યું છે. પ્રત્યેક ગુજરાતીએ ખૂબ મહેનત કરીને લોહી- પસીનો એક કરીને ગુજરાત બનાવ્યું છે. એટલે આજે પૂરી દુનિયામાં એક જ સંદેશો છે. આ ગુજરાત મે બનાવ્યું છે.
મારે માટે A ફોર આદિવાસી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે..ચૂંટણીની તારીખ પણ જાહેર થઇ ગઇ છે..ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વલસાડના નાનાપોંઢાથી ચૂંટણી પ્રચારનું બ્યૂગલ ફૂંક્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વલસાડના નાનાપોંઢામાં સભાને સંબોધી. જેમાં તેમણે કહ્યુ કે મે ચૂંટણીની જાહેરાત પછી પહેલી સભા આદિવાસી વિસ્તારમાં કરવાનું નક્કી કર્યુ. મારે માટે A ફોર આદિવાસી, મારી એબીસીડી ત્યાંથી જ શરુ થાય છે. આ ચૂંટણીમાં ભાજપ મારી પાસે જેટલો સમય માગશે તેટલો આપીશ. હું મારો જ રેકોર્ડ તોડવા માગુ છુ. નરેન્દ્ર કરતા ભુપેન્દ્રના રેકોર્ડ જોરદાર થાય તેના માટે મારે કામ કરવુ છે. મારા માટે સૌભાગ્યની પળ છે કે મારી ચૂંટણીની પહેલી સભા મારા આદિવાસી ભાઇ-બહેનોના આશીર્વાદ લઇને શરૂઆત થઇ રહી છે.
ગુજરાતમાં લોકો શાંતિથી વેપાર કરી શકે છે
નાનાપોંઢામાં સભાને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યુ કે, આ ચૂંટણી ન ભુપેન્દ્ર લડે છે કે ન તો નરેન્દ્ર લડે છે. આ ચૂંટણી તો ગુજરાતની જનતા લડી રહી છે. આ વિસ્તાર મારા માટે નવો નથી. અહીં મે વર્ષો રહીને અનેક પ્રવાસો કર્યા. અમે અહીં સાઇકલ લઇને આવતા હતા. PM મોદી કહ્યુ કે, બે દાયકા પહેલા ગુજરાતમાં નિરાશાનું વાતાવરણ હતુ. ભૂકંપ પછી લોકોને એવુ હતુ કે ગુજરાત ક્યારેય ઊભુ નહીં થાય. એક સમય હતો જ્યારે વારંવાર હિંસા થતી. આજે ગુજરાતમાં લોકો શાંતિથી વેપાર કરી શકે છે. નરેન્દ્ર કરતાં ભૂપેન્દ્રના રેકોર્ડ જોરદાર હોવા જોઇએ, તેના માટે મારે કામ કરવું છે.