AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022 : સુરતમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવીનો મેરેથોન પ્રચાર, જીતનો આશાવાદ વ્યક્ત કર્યો

Gujarat Election 2022 : સુરતમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવીનો મેરેથોન પ્રચાર, જીતનો આશાવાદ વ્યક્ત કર્યો

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2022 | 7:01 PM
Share

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 :  ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને રાજકીય પક્ષોએ પ્રચાર ઝુંબેશ તેજ કરી છે. જેમાં સુરતની તમામ બેઠકો પર ફરી ભગવો લહેરાવવાના નિર્ધાર સાથે ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મેરેથોન પ્રચાર કરી રહ્યા છે.જે અંતર્ગત હર્ષ સંઘવીએ શહેરના મહીધરપુરા વિસ્તારમાં પદયાત્રા તેમજ જનસભા યોજી.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 :  ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને રાજકીય પક્ષોએ પ્રચાર ઝુંબેશ તેજ કરી છે. જેમાં સુરતની તમામ બેઠકો પર ફરી ભગવો લહેરાવવાના નિર્ધાર સાથે ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મેરેથોન પ્રચાર કરી રહ્યા છે.જે અંતર્ગત હર્ષ સંઘવીએ શહેરના મહીધરપુરા વિસ્તારમાં પદયાત્રા તેમજ જનસભા યોજી. હર્ષ સંઘવીની સભાને લઇને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો.હર્ષ સંઘવીએ તેમના સંબોધનમાં ફરી કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના ગુંડારાજને કારણે ત્યાંના લોકોએ તેમનું વતન છોડી હિજરત કરવી પડી. તેમણે સુરતની તમામ બેઠકો પર જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે આજની તારીખ અને સમય તમે નોંધી રાખજો. સુરતની તમામ બેઠકો પર ભાજપની જીત થશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પ્રથમ તબક્કામાં યોજાનારી 89 બેઠકો પરની ચૂંટણીમાં કુલ 5,87,175 મતદારો પ્રથમવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ગુજરાતમાં સૌથી વધુ યુવા મતદારોમાં સુરત જિલ્લામાં 1,02,506, ભાવનગરમાં 45,277, રાજકોટમાં 42,973, કચ્છમાં 42,294 અને સુરેન્દ્રનગર જિલ્લામાં 39,437 છે. જ્યારે જે જિલ્લામાં સૌથી ઓછા યુવા મતદારો નોંધાયા છે તેમાં ડાંગમાં 8,680, પોરબંદરમાં 13,561, તાપીમાં 13,800, નર્મદામાં 15,796 અને બોટાદમાં 15,612 મતદારો છે.

 

g clip-path="url(#clip0_868_265)">