Gujarat Election 2022 : વડોદરા સહિત મધ્ય ગુજરાતના છ જિલ્લાના ચૂંટણીની તૈયારીની કેન્દ્રીય ચૂંટણી પંચે સમીક્ષા કરી

|

Nov 26, 2022 | 3:51 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પગલે ચૂંટણી પંચે તૈયારીઓ આરંભી દીધી છે. જેમાં ભારતના કેન્દ્રીય ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશનર હૃદયેશ કુમારે આજે મુલાકાત લીધી હતી.જેમાં મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં 5 ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે મતદાનની નજીક આવતી તારીખના અનુસંધાને ચૂંટણી પ્રક્રિયા અને સુચારુ મતદાન માટેની પૂર્વ તૈયારીઓ અંગે તેમણે ખેડા, આણંદ,પંચમહાલ,દાહોદ અને છોટાઉદેપુર  જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ થી અને બાદમાં વડોદરાના અધિકારીઓ સાથે રૂબરૂ સંવાદ કર્યો હતો.

Gujarat Election 2022 : વડોદરા સહિત મધ્ય ગુજરાતના છ જિલ્લાના ચૂંટણીની તૈયારીની કેન્દ્રીય ચૂંટણી પંચે સમીક્ષા કરી
Vadodara Election Commssion

Follow us on

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પગલે ચૂંટણી પંચે તૈયારીઓ આરંભી દીધી છે. જેમાં ભારતના કેન્દ્રીય ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશનર હૃદયેશ કુમારે આજે મુલાકાત લીધી હતી.જેમાં મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં 5 ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે મતદાનની નજીક આવતી તારીખના અનુસંધાને ચૂંટણી પ્રક્રિયા અને સુચારુ મતદાન માટેની પૂર્વ તૈયારીઓ અંગે તેમણે ખેડા, આણંદ,પંચમહાલ,દાહોદ અને છોટાઉદેપુર  જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ થી અને બાદમાં વડોદરાના અધિકારીઓ સાથે રૂબરૂ સંવાદ કર્યો હતો.

આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અતુલ ગોર,શહેર પોલીસ કમિશનર ડો.શમશેરસિંઘ ,જિલ્લા પોલીસ અધિક્ષક રોહન આનંદ પાસે થી તેમણે મતદાન મથકની વ્યવસ્થાઓ,મતદાન કર્મચારીઓને તાલીમ અને ફાળવણી,વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારોનું મતદાન સરળ બનાવતી સુવિધાઓ,ટપાલ મતદાન અને ચૂંટણીના દિવસે વેબ કાસ્ટીંગની વ્યવસ્થા,મતદાન મથકોની સંવેદનશીલતા અનુસાર સુરક્ષા વ્યવસ્થા અને બંદોબસ્ત,લેવામાં આવેલા અટકાયતી પગલાં, પરવાના હેઠળના શસ્ત્રો જમાં લેવાની કામગીરી,મતદાન યંત્રો અને વીવીપેટની જરૂરિયાત અને પૂરતી ઉપલબ્ધિ,મતદાન મથકોની સંવેદનશીલતા નિર્ધારિત કરવાની ચૂંટણી તંત્ર અને પોલીસ તંત્રની સંયુક્ત કવાયત,મતદાનના દિવસે મતદાર માર્ગદર્શન કેન્દ્રોનું આયોજન,મતદાર કાપલીઓના વિતરણની વ્યવસ્થા,મતદાન સમયે ઓળખનો પુરાવો લાવવા અંગે મતદારો ને જાણકારી આપવાની વ્યવસ્થા જેવી વ્યવસ્થા,સુવિધા અને કાયદો અને વ્યવસ્થાની જાળવણી અંગે માહિતી મેળવી હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ ચૂંટણી પંચે વડોદરા જિલ્લા માટે નિમેલા મહા નિરીક્ષકો અને પોલીસ મહા નિરીક્ષક બેઠકમાં જોડાયા હતાં અને ખાસ કરીને મતદાન વૃદ્ધિના વિવિધ ઉપાયો અંગે સૂચનો કર્યા હતા. ત્રણ શહેરી બેઠકોના ચૂંટણી અધિકારીઓ સાથે પણ તેમણે પરામર્શ કર્યો હતો અને ખાસ કરીને જેમણે ટપાલ મતનો વિકલ્પ પસંદ કર્યો નથી તેવા દિવ્યાંગ અને ૮૦ + ઉમેદવારો સરળતાથી મતદાન કરી શકે એ માટેના આયોજનની વિગતો જાણી હતી. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સોલંકીએ બેઠકમાં ભાગ લીધો હતો.

Published On - 3:48 pm, Sat, 26 November 22

Next Article