Gujarat Election 2022 : Big Debate On Bus અરવલ્લીના મોડાસામા જિલ્લાના વિકાસ મુદ્દે ભાજપ -કોંગ્રેસ વચ્ચે ખેલાયો જંગ

|

Nov 23, 2022 | 10:49 PM

ટીવી નાઇનની ઈલેક્શનવાળી બસ અરવલ્લી  જિલ્લાના મોડાસા પહોંચી છે ત્યારે  ચૂંટણીનો ચોરો આજે  મોડાસા જામ્યો છે.  જ્યારે  ચૂંટણીનો ચોરો કાર્યક્રમમાં ચર્ચા કરવા માટે  ભાજપના નેતા નેતા રણધીર ચૂડગર , કોંગ્રેસના નેતા અરુણ  પટેલ તથા રાજકીય વિશ્લેષ્ક અતુલ બ્રહ્મભટ્ટ  જોડાયા હતા.

Gujarat Election 2022 : Big Debate On Bus અરવલ્લીના મોડાસામા જિલ્લાના વિકાસ મુદ્દે ભાજપ -કોંગ્રેસ વચ્ચે ખેલાયો જંગ
Gujarat Election Bus Modasa

Follow us on

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. તેવા સમયે ટીવીનાઇન દ્વારા ઇલેક્શનને લઇને વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ટીવીનાઇન દ્વારા વિધાનસભા વિસ્તારમાં ઇલેક્શન બસ ફેરવવામાં આવી રહી છે. તેમજ આ બસમાં રાજકીય પક્ષના અગ્રણી અને જન સામાન્ય સાથે વિકાસના મુદ્દે ચર્ચા કરવામાં આવી રહી છે. જેમાં લોકો દ્વારા તેમના પ્રશ્નોની પણ રજૂઆત કરવામાં આવી રહી છે. ટીવી નાઇનની ઈલેક્શનવાળી બસ અરવલ્લી  જિલ્લાના મોડાસા પહોંચી છે ત્યારે  ચૂંટણીનો ચોરો આજે  મોડાસા જામ્યો છે.  જ્યારે  ચૂંટણીનો ચોરો કાર્યક્રમમાં ચર્ચા કરવા માટે  ભાજપના  નેતા રણધીર ચૂડગર , કોંગ્રેસના નેતા અરુણ  પટેલ તથા રાજકીય વિશ્લેષ્ક અતુલ બ્રહ્મભટ્ટ  જોડાયા હતા.

આ વખતે ભાજપ તરફી ટ્રેન્ડ જોવા મળ્યો છે

આ  ડિબેટમાં અરવલ્લીમાં ભાજપને સત્તા કેમ નથી મળતી તે પ્રશ્નના જવાબમાં ભાજપ નેતા રણધીર ચૂડગરે જણાવ્યું હતું કે વર્ષ 2017 ઇલેક્શનના જ્ઞાતિવાદ મુદ્દો htoપાટીદાર આંદોલન, ઠાકોર સેના અને દલિત આંદોલનનો અમે સામનો કરી રહ્યા હતા. આ વખતે આ તમામ સમી ગયા છે. આ ઉપરાંત વર્ષ 2021માં જિલ્લા પંચાયત, 6 તાલુકા પંચાયત અને બે નગર પાલિકા ભાજપે કબજે કરી છે. જેના લીધે આ વખતે ભાજપ તરફી ટ્રેન્ડ જોવા મળ્યો છે. તેમજ આ વખતે અમે અરવલ્લી જિલ્લાની ત્રણે વિધાનસભા જંગી માર્જિનથી જીતવાના છીએ.

ભાજપના ઓરમાયા વર્તનના લીધે યુનિવર્સિટી પણ મળતી નથી

જ્યારે કોંગ્રેસ નેતા અરુણ  પટેલે અરવલ્લીના વિકાસના મુદ્દે ભાજપ પર પ્રહાર કર્યા હતા. તેમજ કહ્યું હતું કે , અરવલ્લી જિલ્લો વર્ષ 2014માં સાબરકાંઠા જિલ્લામાંથી અલગ પડ્યો. તેમજ આ જિલ્લો અલગ પડયા બાદ ભાજપનું સતત ઓરમાયું વર્તન જોવા મળ્યું જેના લીધે અરવલ્લી જિલ્લાની પ્રજા ભાજપને સ્વીકારતી નથી. હાલ મુદ્દા કહ્યું તો હાલ મોંધવારીનો મુદ્દો, શિક્ષિત બેરોજગારીનો મુદ્દો, જ્યારે ભાજપ જે વિકાસની વાત કરે છે તેમા અરવલ્લી જિલ્લાનો વિકાસ થયો નથી. આઠ વર્ષથી જિલ્લો અલગ થયો છે પરંતુ તેની માટે અલગ સિવિલ હોસ્પિટલ બનાવવાની વાત હતી તે હજુ સુધી બની નથી. તેમજ ભાજપના ઓરમાયા વર્તનના લીધે યુનિવર્સિટી પણ મળતી નથી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

2017ના ઇલેક્શનના કોંગ્રેસની  ઘટીને 1200 થી 1500 સુધી આવી

અરવલ્લી જિલ્લાના વિકાસ અને બદલાતા રાજકીય સમીકરણો અંગે  રાજકીય વિશ્લેષ્ક અતુલ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, અરવલ્લીમાં જિલ્લામાં અતુલભાઇએ કીધા તે મુદ્દા હતા પણ હાલ તેનું ખાત મૂહર્ત થઈ ચૂક્યા છે. તેમજ છેલ્લી બે ટર્મથી કોંગ્રેસ અહિયાં જીતતી હતી. પરંતુ ગત વર્ષ 2017ના ઇલેક્શનના કોંગ્રેસની લીડ જે 21,000 હજાર મતની હતી તે ઘટીને 1200 થી 1500 સુધી આવી છે. તેની પાછળ કારણ ગમે તે હોય કોંગ્રેસે મહેનત કરવી પડશે.તેની માટે કોંગ્રેસનો આંતરિક વિવાદ પણ કારણભૂત હોય શકે છે.

 

Published On - 11:42 pm, Tue, 22 November 22

Next Article