કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ સરકારની સહાયને ગણાવી ક્રુર મજાક, ખેડૂતોનું પાક ધિરાણ પણ માફ કરવાની કરી માગ

કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ સરકારની સહાયને ગણાવી ક્રુર મજાક, ખેડૂતોનું પાક ધિરાણ પણ માફ કરવાની કરી માગ

| Edited By: | Updated on: Oct 26, 2026 | 7:58 PM

સૌરાષ્ટ્રના ચાર જિલ્લા જામનગર, જુનાગઢ, પોરબંદર અને દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી હેક્ટર દીઠ ₹8500 ની સહાય જાહેર કરી છે. ત્યારે પાલ આંબલિયાએ આ સહાયને ખેડૂતોની મજાક સમાન ગણાવી છે અને જણાવ્યુ છે કે બે હેક્ટરની મર્યાદામાં સરકાર માત્ર ₹17 હજાર ચુકવીને જવાબદારીમાંથી છટકી રહી છે. સરકારે ખેડૂતોનું પાક ધિરાણ પણ માફ કરવુ જોઈએ.

રાજ્ય સરકારે આજે ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી સહાય પેકેજની જાહેરાત કરી છે. જેમા ખેડૂતો બે હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર ₹8500 સહાય ચુકવાશે. આ ઉપરાંત પશુપાલકોને ₹2 પ્રતિ કિલોના રાહત દરે ઘાસચારો આપવામાં આવી રહ્યો છે. પશુ કેમ્પના પશુઓ માટે પશુ દીઠ રોજ 80 રૂપિયા સહાય ચુકવવામાં આવશે.

ત્યારે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ સરકારની આ સહાયને ખેડૂતો અને પશુપાલકો સાથે ક્રુર મજાક સમાન ગણાવી છે. તેમનું કહેવુ છે કે સરકારે ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવુ જોઈએ. બે હેક્ટરમાં ₹17 હજાર ની સહાય એ ખેડૂતોની મજાક સમાન છે. તેમણે કહ્યુ કે સરકારે ચાર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે. તો ઊંઝા, ઈડર, પોશીના, માલપુર અને શામળાજી,જૂનાગઢ, વંથલી, વિસાવદર અને ગઢડા, કોડિનાર, તાલાલા, વીંછીયા અને ઉપલેટાને પણ દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા જોઈએ. આંબલિયાએ જણાવ્યુ કે માત્ર 28 ટકા વરસાદ ઉપલેટામાં પડ્યો છે.વધુમાં 50 ટકા કરતા ઓછો વરસાદ ઉપરના તમામ તાલુકાઓમાં પડ્યો છે. તો એ તાલુકાનો શું વાંક છે કે તેમને સહાયમાં સામેલ કરવામાં નથી આવ્યા.

કોંગ્રેસના ખેડૂત નેતા પાલ આંબલીયાએ દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક રાહતકામો શરૂ કરવાની અને દુષ્કાળની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાંજરાપોળો શરૂ કરવાની માંગ કરી છે. આ ઉપરાંત, દર 7 કિલોમીટરની ત્રિજ્યામાં ઘાસચારા વિતરણ કેન્દ્રો શરૂ કરવા, ખેડૂતોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવા, પશુઓ માટે પૂરતા ઘાસચારાની વ્યવસ્થા કરવા તેમજ ગૌશાળાઓને આર્થિક સહાય આપવા સરકાર સમક્ષ રજૂઆત કરી છે.

હવે પેટ્રોલના બદલે E100 ઈંધણથી દોડશે ગાડીઓ, સરકારે E100 ફ્યૂલની ગાડીઓનો માર્ગ કર્યો મોકળો, જાણો કઈ ગાડીઓમાં ચાલશે?

 

Follow Us
Loading...
Unable to load recommendations.