ગુજરાતમાં પોલીસ ખાતામાં ગ્રેડ પે મુદ્દે આંદોલન છેડનાર હાર્દિક પંડયાએ આપ્યું આ નિવેદન

ગુજરાતના પોલીસ કર્મી હાર્દિક પંડયાએ જણાવ્યું છે કે શિસ્તમાં રહીને ગ્રેડ પે વધારાની રજૂઆત કરી હતી. તેમજ રજૂઆત કર્યા બાદ હું મારી ફરજ પર પરત આવ્યો છું. હું આશા રાખું છું કે જે પણ નિર્ણય હશે તે પોલીસની તરફેણમાં આવશે.

ગુજરાતમાં(Gujarat)  પોલીસ (Police)  કર્મચારીઓ માટે ગ્રેડ પે( Grade Pay)  મુદ્દે આંદોલન છેડનાર હેડ કોન્સ્ટેબલ હાર્દિક પંડ્યાનું (Hardik Pandya) નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે કહ્યું હતું કે કાલે ડ્યુટી પૂર્ણ કર્યા બાદ વિધાનસભામાં રજૂઆત કરવા ગયો હતો. તેમણે કહ્યું કે કાલે રાત્રે પણ નાઈટ ડ્યુટી કર્યા બાદ હાલ ફરજ પર હાજર છું, મારો ફોન બંધ છે.

તેમજ શિસ્તમાં રહીને ગ્રેડ પે વધારાની રજૂઆત કરી હતી. તેમજ રજૂઆત કર્યા બાદ હું મારી ફરજ પર પરત આવ્યો છું. તેમજ હું આશા રાખું છું કે જે પણ નિર્ણય હશે તે પોલીસની તરફેણમાં આવશે.તેમજ મારી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીને વિનંતી છે કે તે આ અંગે યોગ્ય નિર્ણય કરે.

આ ઉપરાંત પોલીસ પરિવારની મહિલાઓ પોલીસ પાસેથી એવું લખાણ માગી રહી છે કે હાર્દિક પંડ્યા પર કોઈ કેસ કરવામાં ન આવે અને તેમને કોઈપણ પ્રકારની આંચ ન આવે..પણ પોલીસ પરિવારની મહિલાઓએ માંગ કરી છે કે ધરણા કરનાર પોલીસ કર્મચારી સામે કોઇ પગલા ન લેવાય.

જ્યારે પોલીસ ગ્રેડ પે મુદ્દે સોશિયલ મીડિયામાં એક અભિયાન ચાલી રહ્યું છે.. આ મુદ્દે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે વાત અમારા ધ્યાને આવી છે. અમે વરિષ્ઠ અધિકારીઓ સાથે જરૂરી પરિબળો અંગે ચર્ચા બાદ યોગ્ય નિર્ણય લઈશું.

આ પણ વાંચો : ગુજરાતમાં પોલીસના ગ્રેડ પે મામલે આંદોલનના એંધાણ, અમદાવાદમાં મહિલા કોન્સ્ટેબલે અન્ન-જળનો ત્યાગ કર્યો

આ પણ વાંચો : મનસુખ માંડવિયા રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે કરશે બેઠક, રસીકરણ અભિયાનને ઝડપી બનાવવા સહિતના આ મુદ્દાઓ પર થશે ચર્ચા

Click on your DTH Provider to Add TV9 Gujarati