3 રાજ્યોની જીતમાં ગુજરાત કનેક્શન, ગુજરાતીઓની રણનીતિથી મળી સફળતા!
રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢની ચૂંટણીમાં ભાજપની જીતમાં ગુજરતની પણ વિશેષ ભૂમિકા રહી છે. પીએમ મોદીની સાથે અમિત શાહ ફરી એક વાર રાજનીતિના ચાણક્ય સાબિત થયા. તો ગુજરાત ભાજપના નેતાઓએ પણ ત્રણેય રાજ્યોમાં ભાજપને જીતાડવા માટે એડીચોટીનું જોર લગાવી દીધું હતું.
મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભાજપે સત્તા મેળવી સાબિત કરી દીધું કે હજુ પણ દેશમાં મોદી લહેર અકબંધ છે. તમામની ગેરંટી પર મોદીની ગેરંટી ભારે છે. જો કે આ જીતમાં ગુજરતની પણ વિશેષ ભૂમિકા રહી છે. પીએમ મોદીની સાથે અમિત શાહ ફરી એક વાર રાજનીતિના ચાણક્ય સાબિત થયા. તો ગુજરાત ભાજપના નેતાઓએ પણ ત્રણેય રાજ્યોમાં ભાજપને જીતાડવા માટે એડીચોટીનું જોર લગાવી દીધું હતું.
મધ્યપ્રદેશની વાત કરીયે તો, ગુજરાતથી 150થી વધુ નેતાઓને મધ્યપ્રદેશની જવાબદારી મળી હતી. ગુજરાત સંગઠન મહામંત્રી રત્નાકર, જીતુ વાઘાણીને જવાબદારી સોંપાઈ હતી. 2 મહિના સુધી લોકોની વચ્ચે રહી રણનીતિ બનાવી અને આદિવાસી મતદારોને ભાજપ તરફ કરવાની કોશિશ કરી અને ભાજપની જીત થઈ.
રાજસ્થાનની જીતમાં નીતિન પટેલની મહત્વની ભૂમિકા
રાજસ્થાનની જીતમાં નીતિન પટેલની મહત્વની ભૂમિકા રહી. ભાજપે નીતિન પટેલને રાજસ્થાનના સહપ્રભારી બનાવ્યા. જે બાદ નીતિન પટેલે ગુજરાત મોડલ મુજબ કામ કરીને રાજસ્થાનમાં સ્ટ્રેટેજી બનાવી. એટલું જ નહીં, દરેક મૂવમેન્ટ પર નજર રાખી. ત્યારે રાજસ્થાનની સફળતાના કારણે ફરી એક વાર ગુજરાતની રાજનીતિમાં આગામી દિવસમાં નીતિન પટેલનું કદ વધે તો નવાઈ નહી.
છત્તીસગઢમાં ભાજપ જીતશે તેવી આગાહી કોઇએ કરી ન હતી. છતાં છત્તીસગઢમાં ભાજપનો ભગવો લહેરાયો. ભાજપની આ જીત પાછળ પણ એક ગુજરાતી નેતાની સૌથી મહત્વની ભૂમિકા છે. કેન્દ્રિય આરોગ્ય પ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા મનસુખ માંડવિયાએ છત્તીસગઢમાં ભાજપની જીતનો પાયો નાખ્યો. એવી રણનીતિ બનાવી કે કોંગ્રેસના હાથમાંથી છત્તીસગઢ નિકળી ગયું.
