Gujarat માં કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી માટે કમર કસી, આટલી બેઠકો મેળવવાનો ટાર્ગેટ

| Edited By: | Updated on: Jan 28, 2022 | 7:35 AM

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે રાજ્યમાં અમે સુરતથી શરૂઆત કરી છે. તેમજ ગત વિધાનસભા ચૂંટણીમાં અમે માત્ર નવ બેઠકોથી સત્તા ગુમાવી હતી તેમજ 18 બેઠકો એવી હતી જે અમે માત્ર 3000 થી પણ ઓછા વોટના માર્જિનથી હાર્યા હતા.

ગુજરાતમાં(Gujarat)  આગામી વિધાનસભાની ચૂંટણી(Assembly  Election)  પહેલાં રાજકારણ ગરમાઈ રહ્યું છે ત્યારે ગુજરાત કોંગ્રેસ(Congress)  પણ પોતાના દાવપેંચ લગાવી રહી છે. આગામી ગુજરાતનું રણ જીતવા માટે તૈયારી કરી રહી છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આગામી ચૂંટણીમાં કોંગ્રેસ 125 સીટ જીતશે. આ અંગે જણાવતા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે રાજ્યમાં અમે સુરતથી શરૂઆત કરી છે. તેમજ ગત વિધાનસભા ચૂંટણીમાં અમે માત્ર નવ બેઠકોથી સત્તા ગુમાવી હતી. તેમજ 18 બેઠકો એવી હતી જે અમે માત્ર 3000 થી પણ ઓછા વોટના માર્જિનથી હાર્યા હતા. તેથી હાલ અમે આ બધી બેઠકો પર અલગ રણનીતિ સાથે આગળ વધી રહ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું કે 16 થી 17 બેઠકો એવી છે 3000 થી 7000 મત સાથે અમે ઇલેક્શન જીત્યા છે. તેમજ અને એવી 50 બેઠકો પર ધ્યાન કેન્દ્રીય કર્યું છે. જે અમે છેલ્લા 35 થી 40 વર્ષથી જીત્યા નથી. તેની પર ધ્યાન કેન્દ્રીત કરીને કયા જાતિગત અને સામાજિક સમીકરણ સાથે આ બેઠકો પર ઉમેદવાર ઉભા રાખવા અને કેટલા વહેલા ઉમેદવાર જાહેર કરી શકાય તેની પર પક કામ કરવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત ગુજરાત કોંગ્રેસમાં પાટીદાર નેતા નરેશ પટેલ અને અલ્પેશ કથીરીયાની એન્ટ્રી ચાલતી અટકળો અંગે તેમણે જણાવ્યું હતું કે આ પ્રક્રિયા છે અને ચાલતી રહેશે. કોઇ જોડાય તો અમારી તાકતમાં વધારો થશે પરંતુ ના જોડાય તો પણ કોંગ્રેસ પક્ષ તેના બળ સંગઠન શકિત પર આગવી રણનીતિ સાથે વધુમાં વધુ બેઠક જીતવા માટે સક્ષમ છે. તેમજ કોઇ પણ વ્યક્તિ પક્ષમાં જોડાશે તો ચોક્કસ પણે તેમનું સ્વાગત કરવામાં આવશે.

 આ પણ વાંચો :  Gujarat માં 3437 તલાટી કમ મંત્રીની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, આજથી ફોર્મ ભરાશે

આ પણ વાંચો : અમદાવાદમાં કોરોનાની રફતાર ધીમી પડી, માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યામાં ઘટાડો