CM ભૂપેન્દ્ર પટેલે કચ્છમાં વિરોધીઓ પર કર્યો પ્રહાર, કહ્યું મેઘા પાટકરે રાજ્યને વિકાસથી વંચિત રાખ્યું

CM ભૂપેન્દ્ર પટેલે કચ્છમાં વિરોધીઓ પર કર્યો પ્રહાર, કહ્યું મેઘા પાટકરે રાજ્યને વિકાસથી વંચિત રાખ્યું

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2022 | 8:11 PM

ગુજરાતના(Gujarat)  સીએમ ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel)  કચ્છમાં વિરોધીઓનું નામ લીધા વિના પ્રહાર કર્યા છે. જેમાં તેમણે કહ્યું હતું કે કચ્છને પાંચ દાયકા સુધી અર્બન નક્સલીઓએ નર્મદાના પાણીથી વંચિત રાખ્યું છે.

ગુજરાતના(Gujarat)  સીએમ ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel)  કચ્છમાં વિરોધીઓનું નામ લીધા વિના પ્રહાર કર્યા છે. જેમાં તેમણે કહ્યું હતું કે કચ્છને પાંચ દાયકા સુધી અર્બન નક્સલીઓએ નર્મદાના પાણીથી વંચિત રાખ્યું છે. તેમજ અર્બન નક્સલીઓએ ગુજરાતને બદનામ કરીને નકસલવાદ ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. જેમાં ગુજરાતની શાણી પ્રજાએ આવા લોકોને જાકારો આપ્યો છે. તેમજ મેઘા પાટકરે નર્મદા યોજનાનો સતત વિરોધ કરી લોકોને ભ્રમિત કરવાનો પ્રયાસ કર્યો છે. જેમાં કચ્છની ખમીરવંતી પ્રજાએ આવા લોકોને ફાવવા દીધા નથી. તેમજ મેઘા પાટકરને સૌ કોઇ જાણે છે કે કયા પક્ષે ટિકિટ આપી છે. આપણે એ પણ યાદ કરવું પડશે કે એવા શહેરી નક્સલીઓ કોણ હતા .

જેમણે વર્ષો સુધી કચ્છને નર્મદાના પાણીથી વંચિત રાખવાના તમામ પ્રયાસો કર્યા હતા. તેમાંથી એક નામ મેધા પાટકર છે. આપણે બધા જાણીએ છીએ કે તેઓ કઈ પાર્ટી સાથે સંકળાયેલા છે અને તેમને સંસદની ચૂંટણીમાં કોણે ટિકિટ આપી હતી

g clip-path="url(#clip0_868_265)">