Gujarat Board Exam : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરે પરીક્ષાર્થીઓને આપી શુભકામના, જુઓ Video

Gujarat Board Exam : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરે પરીક્ષાર્થીઓને આપી શુભકામના, જુઓ Video

| Edited By: | Updated on: Mar 11, 2024 | 11:49 AM

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઇ છે, પરીક્ષાને લઇને તંત્ર પણ સજ્જ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમજ શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોર તથા મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ પરીક્ષાર્થીઓને શુભકામના પાઠવી છે.

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઇ છે, પરીક્ષાને લઇને તંત્ર પણ સજ્જ છે. રાજ્યભરમાં 15.38 લાખ વિદ્યાર્થોઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમજ શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોર તથા મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ પરીક્ષાર્થીઓને શુભકામના પાઠવી છે.

આ પણ વાંચો-સુરત અને રાજકોટમાં બોર્ડના પરીક્ષાર્થીઓનું ફુલ અને મીઠાઇથી સ્વાગત, જુઓ Video

ગુજરાતમાં આજથી ધોરણ 10-12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરીક્ષાર્થીઓને શુભકામના પાઠવી છે. મુખ્યમંત્રીએ તેમના X અકાઉન્ટ પર લખ્યુ કે આપ સૌ હકારાત્મક અભિગમ સાથે પૂરા આત્મવિશ્વાસથી પરીક્ષા આપો. માત્ર શાળાની જ નહીં, જીવનની પરીક્ષામાં પણ સફળતા મેળવીને ઉજ્જવળ ભવિષ્યને પામો એ જ અભ્યર્થના.

 

બીજી તરફ ગાંધીનગરમાં સેક્ટર 23 ખાતે શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોર તથા પ્રફુલ પાનસેરિયા હાજર રહ્યા હતા. શેઠ સીએમ હાઈસ્કૂલમાં પરીક્ષા આપવા આવનારને તેમણે શુભકામનાઓ પાઠવી હતી.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો