Breaking News : નવરાત્રિમાં મોંઘવારીનો માર ! ગરબાના પાસથી લઈને ડ્રેસિંગ સુધી વધ્યો ખર્ચ ! જુઓ Video

| Edited By: | Updated on: Oct 11, 2026 | 1:21 PM

આસ્થા, ઉલ્લાસ અને પરંપરાગત ગરબાના મહાપર્વ નવરાત્રીની આજતી શરુવાત થઈ છે. નવરાત્રિમાં માતાજીની આરાધના અને ગરબાના તાલે ઝૂમવા માટે ખેલૈયાઓ આતુર છે. પરંતુ આ વખતે મોંઘવારી નવરાત્રિની મજા પર અસર કરી શકે છે.

નવરાત્રિમાં માતાજીની આરાધના અને ગરબાના તાલે ઝૂમવા માટે ખેલૈયાઓ આતુર છે. પરંતુ આ વખતે મોંઘવારી નવરાત્રિની મજા પર અસર કરી શકે છે. ગરબાના પાસથી લઈને કપડાં, મેકઅપ અને બ્યુટી પાર્લરની સેવાઓ સુધીના ખર્ચમાં વધારો થતાં ખેલૈયાઓનું બજેટ ખોરવાઈ શકે છે. બીજી તરફ, ગરબાના આયોજકો પણ વધતા ખર્ચને કારણે ચિંતિત છે.

આયોજકોના જણાવ્યા અનુસાર, ઓર્કેસ્ટ્રા, ગાયકો, મંડપ, લાઇટિંગ, ડેકોરેશન અને એલઈડી સ્ક્રીન સહિતની વ્યવસ્થાઓના ખર્ચમાં વધારો થયો છે. પરિણામે, કેટલાક ગરબા આયોજકોએ પાસના ભાવમાં આશરે 20થી 25 ટકા સુધીનો વધારો કર્યો છે. પ્રીમિયમ ગરબા આયોજનોમાં તો પાસના ભાવ ગયા વર્ષની સરખામણીએ બમણા સુધી પહોંચ્યાનું જાણવા મળે છે.

માલસામાનની અછતને કારણે ખર્ચામા વધારો

ખેલૈયાઓ માટે ગરબા રમવા ઉપરાંત તૈયાર થવાનો ખર્ચ પણ વધ્યો છે. એક ખેલૈયાના જણાવ્યા અનુસાર, અગાઉ આશરે ₹2,000માં મળતું ડ્રેસિંગ હવે ₹4,000થી ₹5,000 સુધી પહોંચી ગયું છે. ગરબાના પાસના ભાવ પણ અગાઉ આશરે ₹2,000થી ₹2,500ની આસપાસ હતા, જે હવે કેટલાક આયોજનોમાં ₹3,000થી ₹4,000 કે તેથી વધુ થઈ ગયા છે.

જોકે, તમામ આયોજકોએ ભાવમાં મોટો વધારો કર્યો નથી. કેટલાક આયોજકો ખેલૈયાઓને આકર્ષવા માટે પાસના ભાવ વાજબી રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ વર્ષે ગરબા બાદ મોડી રાત સુધી ગીત-સંગીતના કાર્યક્રમોનું આકર્ષણ પણ જોવા મળી શકે છે. આયોજકોના મતે, યુદ્ધની સ્થિતિ અને માલસામાનની અછતને કારણે ખર્ચ વધ્યો છે. હવે જોવાનું એ રહેશે કે વધતા ખર્ચ વચ્ચે ખેલૈયાઓનો ઉત્સાહ કેટલો જળવાઈ રહે છે.

આ પણ વાંચો, Breaking News : નવરાત્રીમાં ગુજરાત પોલીસ એક્શનમાં ! 22 હજારથી વધુ જાહેર ગરબા સ્થળોએ ચુસ્ત બંદોબસ્ત, 49 શી-ટીમ તૈનાત

Follow Us
Loading...
Unable to load recommendations.