આજનું હવામાન : ખેડૂતોના માથે માવઠાનું સંકટ યથાવત ! અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી, જુઓ Video

આજનું હવામાન : ખેડૂતોના માથે માવઠાનું સંકટ યથાવત ! અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી, જુઓ Video

| Updated on: Dec 04, 2025 | 8:03 AM

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધારો જોવા મળશે. આગામી 4 થી 8 ડિસેમ્બર સુધી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધે તેવી શક્યતા છે. ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં કડકડતી ઠંડીનો સામનો કરવો પડે તેવી આગાહી કરવામાં આવી છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધારો જોવા મળશે. આગામી 4 થી 8 ડિસેમ્બર સુધી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધે તેવી શક્યતા છે. ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં કડકડતી ઠંડીનો સામનો કરવો પડે તેવી આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠા, પંચમહાલ, અરવલ્લી, પાટણ, મહેસાણા, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં ઠંડીનો પારો ગગડી શકે છે. તેમજ રાજ્યના શહેરોમાં 10થી 14 ડિગ્રી તાપમાન નોંધાય તેવી આગાહી કરવામાં આવી છે.

ખેડૂતોના માથે માવઠાનું સંકટ યથાવત !

આ ઉપરાંત આગામી સમયમાં ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબકવાની પણ આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર 18થી 24 ડિસેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં હલચલ થવાના કારણે કમોસમી વરસાદ વરસી શકે છે. તેમજ અરબ સાગરમાં પણ આ સમય દરમિયાન ભેજ વધશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં પણ કમોસમી વરસાદ ખાબકે તેવી શક્યતા છે. કેટલાક શહેરોમાં એક ઈંચ જેટલો વરસાદ વરસે તેવી શક્યતા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો