આજનું હવામાન : ગુજરાત પર માવઠાનું સંકટ ! ઉત્તર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદની આગાહી, જુઓ Video
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર આજથી રાજ્યના અનેક વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણમાં વધારો જોવા મળે તેવી શક્યતા છે. આગામી 2 થી 8 ડિસેમ્બર સુધી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધે તેવી શક્યતા છે.
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર આજથી રાજ્યના અનેક વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણમાં વધારો જોવા મળે તેવી શક્યતા છે. આગામી 2 થી 8 ડિસેમ્બર સુધી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધે તેવી શક્યતા છે. આજે ઉત્તર ગુજરાતના અનેક શહેરોમાં તથા કચ્છમાં કડકડતી ઠંડી પડે તેવી શક્યતા છે. પાટણ, મહેસાણા, બનાસકાંઠામાં ઠંડી પડે તેવી શક્યતા છે. આ ઉપરાંત સાબરકાંઠા, પંચમહાલ, અરવલ્લી તાપમાનનો પારો ગગડી શકે છે. રાજ્યના શહેરોમાં 10થી 14 ડિગ્રી તાપમાન નોંધાઇ શકે છે.
ગુજરાત પર માવઠાનું સંકટ !
બીજી તરફ રાજ્યમાં માવઠાને લઈને અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. બંગાળના ઉપસાગરમાં 18થી 24 ડિસેમ્બર દરમિયાન હલચલ થાય તેવી આગાહી કરવામાં આવી છે. તો અરબ સાગરમાં પણ આ સમય દરમિયાન ભેજ વધે તેવી શક્યતા છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં માવઠાની શક્યતા છે. સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં પણ માવઠું પડે તેવી શક્યતા છે. આ ઉપરાંત કેટલાક શહેરોમાં એક ઇંચ જેટલો વરસાદ થવાની તેવી શક્યતા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે

