ગુજરાત બોર્ડ દ્વારા 12th સાયન્સની પ્રેક્ટીકલ પરીક્ષાનો પ્રારંભ, રાજ્યભરના 1.10 લાખ વિદ્યાર્થીઓની કસોટી- Video

|

Feb 19, 2024 | 8:04 PM

રાજ્યમાં ધોરણ 10-12 બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થાય એ પૂર્વે 19 ફેબ્રુઆરીથી ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓની પ્રેક્ટીકલ પરીક્ષાનો પ્રારંભ થયો છે. રાજ્યભરના ધોરણ 12 સાયન્સના 1 લાખ 10 હજાર વિદ્યાર્થીઓ બાયોલોજી, ફિઝિક્સ અને કેમેસ્ટ્રીની પ્રેક્ટીકલ પરીક્ષા આપી રહ્યા છે. બોર્ડે પરીક્ષા પૂર્ણ થવાની સાથે જ પરિણામ આપવાનું આયોજન કર્યું છે.

સોમવારથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની પ્રેક્ટીકલ પરીક્ષાની શરૂઆત થઈ છે. 19 થી 29 ફેબ્રુઆરી સુધી ચાલનારી પરીક્ષામાં વિદ્યાર્થીઓ બાયોલોજી, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી વિષયનું પ્રેક્ટીકલ કાર્ય કરશે. ત્રણ કલાકના સમયગાળામાં વિદ્યાર્થીએ 50 માર્કસની પ્રેક્ટીકલ પરીક્ષા આપવાની રહેશે.

આજથી શરૂ થયેલ પરીક્ષામાં રાજ્યભરના 1.10 લાખ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. અમદાવાદના DEOએ મણીનગર વિસ્તારની બેસ્ટ સ્કૂલમાં હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

તિલક અને પુષ્પ સાથે વિદ્યાર્થીઓને અપાયો પ્રવેશ

ધોરણ 12 સાયન્સની મુખ્ય વિષયની પ્રેક્ટીકલ પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે સ્થળ સંચાલકોને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. વિદ્યાર્થીઓને તબક્કાવાર બોલાવી પરીક્ષા લેવાઈ રહી છે. આ વખતે બોર્ડ દ્વારા ખાસ આયોજન કરતા વિદ્યાર્થીઓ પરીક્ષા આપે એજ દિવસે માર્ક્સ અપલોડ કરી દેવાની તૈયારી કરવામાં આવી છે. આગામી 11 માર્ચથી ધોરણ 10-12ની બોર્ડ પરીક્ષાઓ શરૂ થનારી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં આડેધડ પાર્કિંગને લાગશે બ્રેક, આવી ગયા હવે ‘સ્માર્ટ પાર્કિંગ’

સામાન્ય રીતે બોર્ડની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ તણાવમાં જોવા મળે છે. જો કે મણિનગરની સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને ગુલાબનું પુષ્પ આપી તિલક કરી પરીક્ષામાં પ્રવેશ અપાયો હતો અને વાતાવરણને તણાવમુક્ત કરવાનો પ્રયાસ કરાયો હતો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 8:02 pm, Mon, 19 February 24

Next Video