ગાંધીનગર વીડિયો : લોકસભા ચૂંટણીની તૈયારીઓ માટે ગુજરાતમાં વાગશે બ્યુગલ, ભાજપ દ્વારા કમલમમાં યોજાશે બેઠક
આવતીકાલે ગુજરાતમાં સરકારને એક વર્ષ પૂર્ણ થવાનું છે. વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠક સાથે ભાજપની જીત થઇ હતી. તેનાથી જ લોકસભાનો રોડ મેપ મજબૂત થતો હોવાનું જોવા મળ્યુ હતુ. ત્યારે હવે લોકસભામાં ભાજપને વધુ બેઠક મળે તે માટે આવતીકાલે એક મીટિંગ યોજાશે.
લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાત ભાજપ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે. લોકસભાની ચૂંટણીના ભાગરૂપે ભાજપ આવતીકાલે 12 ડિસેમ્બરે બેઠક યોજવાની છે. આવતીકાલે ગુજરાત ભાજપના ધારાસભ્યો અને સાંસદોની બેઠક મળવાની છે. પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આ બેઠકનુ આયોજન કરવામાં આવ્યુ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ આ બેઠકમાં હાજર રહેવાના છે.
આવતીકાલે ગુજરાતમાં સરકારને એક વર્ષ પૂર્ણ થવાનું છે. વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠક સાથે ભાજપની જીત થઇ હતી. તેનાથી જ લોકસભાનો રોડ મેપ મજબૂત થતો હોવાનું જોવા મળ્યુ હતુ. એવુ કહેવામાં આવે છે કે ભાજપ માટે જે પણ હિંદી બેલ્ટ છે, ત્યાં જેટલી બેઠક વધારે હોય છે.તેટલો જ ફાયદો ભાજપને લોકસભામાં થતો હોય છે.આ વખતે લોકસભામાં 400 પારનો ભાજપનો લક્ષ્યાંક છે, ત્યારે આવતીકાલે ભાજપની મહત્વની બેઠક યોજાશે.
આ પણ વાંચો- હિંમતનગર કેળવણી મંડળની ચૂંટણીની મતગણતરી બાદ પરિણામ જાહેર ના થઈ શક્યુ, ઉમેદવારે ઉઠાવ્યો વાંધો
આવતીકાલે સ્નેહમિલન પ્રકારના કાર્યક્રમનું ભાજપે આયોજન કર્યુ છે. જેમાં સાંસદો, ધારાસભ્યો, તમામ જિલ્લાના પ્રદેશ પ્રમુખને બોલાવવામાં આવ્યા છે.પેજ સમિતિ કે જેના દ્વારા ગુજરાતમાં 156 બેઠક આવી હતી, તેને વધુ મજબૂત કરવામાં આવશે. દિવાળી પછીની આ પહેલી બેઠક યોજાવાની છે જેમાં ભાજપના સાંસદો, ધારાસભ્યો, તમામ જિલ્લાના પ્રદેશ પ્રમુખ હાજર રહેવાના છે. આ સાથે જ આવતીકાલથી લોકસભા ચૂંટણીની તૈયારીઓ માટેનું બ્યુગલ ગુજરાતમાં વાગી જશે.
