છોટાઉદેપુર: નસવાડીમાં ભાજપના ધારાસભ્યને મતદારોએ આડે હાથ લીધા, આયુષ્યમાન કાર્ડ મુદ્દે થઈ ઉગ્ર બોલાચાલી

| Edited By: | Updated on: Apr 19, 2026 | 7:00 PM

છોટાઉદેપુરના નસવાડીમાં ભાજપના પ્રચાર માટે પહોંચેલા ધારાસભ્ય અભેસિંહ તડવીને મતદારોના રોષનો સામનો કરવો પડ્યો છે. આયુષ્યમાન કાર્ડ કઢાવવામાં પડતી મુશ્કેલીઓને લઈને ગ્રામજનોએ પ્રશ્નો પૂછતા ધારાસભ્ય અને મતદારો વચ્ચે ભારે જીભાજોડી થઈ હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ડુંગરી ફળિયામાં જનસભા દરમિયાન MLA અભેસિંહ તડવીએ પિત્તો ગુમાવ્યો, મતદારો સ્ટેજ પર ધસી આવતા મામલો બિચક્યો.

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગરી ફળિયામાં ચૂંટણી પ્રચાર માટે પહોંચેલા ભાજપના ધારાસભ્ય અભેસિંહ તડવી મુશ્કેલીમાં મુકાયા હતા. જનસભા દરમિયાન સ્થાનિક મતદારોએ આયુષ્યમાન કાર્ડ કઢાવવામાં પડતી હાલાકી અને વહીવટી તંત્રની નિષ્ફળતા અંગે ધારાસભ્યને સીધા સવાલો કર્યા હતા.

આ ચર્ચાએ જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. મતદારોનો આક્રોશ જોઈ ધારાસભ્ય અભેસિંહ તડવીએ પણ પિત્તો ગુમાવ્યો હતો અને મતદારો સાથે જીભાજોડી કરી હતી. જ્યારે કેટલાક રોષે ભરાયેલા મતદારો સ્ટેજ સુધી ધસી આવ્યા, ત્યારે વાતાવરણ વધુ તંગ બન્યું હતું. ગ્રામજનોએ આ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો છે, જે હાલ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

ઝેપ્ટોનો વાસી ખેલ…! ક્લાસ-1 અધિકારીને પધરાવ્યા ફંગસવાળા પાઉં, ફરિયાદ છતાં ‘તંત્ર મૌન’ – જુઓ Video

Follow Us