AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લો બોલો, સ્મશાનમાં પણ કટકી? કામનો ચેક પાસ કરાવવા લાંચિયા સરકારી બાબૂઓએ માંગી આટલી લાંચ

લો બોલો, સ્મશાનમાં પણ કટકી? કામનો ચેક પાસ કરાવવા લાંચિયા સરકારી બાબૂઓએ માંગી આટલી લાંચ

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2021 | 8:15 AM
Share

Bhavnagar: જિલ્લાના ગારિયાધાર સ્મશાનની દિવાલના કામનો ચેક પાસ કરાવવા માટે સરકારી બાબુઓ દ્રારા લાંચની માંગ કરવામાં આવી હતી. જેમાં તેઓ રંગેહાથ ઝડપાયા છે.

ભાવનગરના (Bhavnagar) ગારિયાધાર નગરપાલિકાના ચીફ ઓફિસર અને એન્જીનિયર રૂપિયા 10 હજારની લાંચ (Bribe) લેતા રંગેહાથ ઝડપાઈ ગયા છે. ચોંકાવનારી વાત એ છે કે આ ઓફિસર સ્માશાનના કામ માટે લાંચ માંગી રહ્યા હતા. ગારિયાધાર સ્મશાનની દિવાલના કામનો ચેક પાસ કરાવવા માટે લાંચની માંગ કરવામાં આવી હતી. મળેલી માહિતી અનુસાર આ ચેક પાસ કરાવવા માટે ચીફ ઓફિસરે 10 હજારની લાંચ માગી હતી. ચીફ ઓફિસર વી.ડી.પુજારા વતીથી એન્જીનિયર પ્રતિકે 10 હજાર રૂપિયાનો સ્વીકાર કર્યો હતો. જો કે આ લાલચ બંનેને મોંઘી પડી.

એન્ટી કરપ્શન બ્યુરોએ આ બંનેને ઝડપી લીધા છે. છટકું ગોધાવીને ACB દ્રારા બંનેને રંગે હાથ પકડવામાં આવ્યા હતા. લાંચ લેતા સમયે હાજર લાંચ રૂશ્વત વિરોધી શાખાના અધિકારીઓએ બંને લાંચિયાઓને રંગાહાથ ઝડપી પાડ્યા હતા. બંને આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અગાઉ પણ લાંચ લેતા ઝડપાયાના ઘણા બનાવ સામે આવ્યા છે. ACB એ કોઈ જગ્યાથી મામલતદાર તો સુરતથી તલાટી, તો હાલોલના બસ ડેપો મેનેજરને પણ સપ્ટેમ્બર મહિનામાં રંગેહાથ પકડ્યા હતા.

 

આ પણ વાંચો: ગાંધીનગર મનપા ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ભાજપનું એડીચોટીનું જોર: જાણો CM ના આજના રોડ શો વિશે

આ પણ વાંચો: Gandhinagar: પાટીદાર સમાજના અભિવાદન કાર્યક્રમમાં CM અને ભાજપના મોટા નેતાઓની હાજરી

g clip-path="url(#clip0_868_265)">