ગાંધીનગર મનપા ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ભાજપનું એડીચોટીનું જોર: જાણો CM ના આજના રોડ શો વિશે

ગાંધીનગર મનપા ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ભાજપનું એડીચોટીનું જોર: જાણો CM ના આજના રોડ શો વિશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2021 | 7:52 AM

ગાંધીનગર મનપાના ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે. આજે ભાજપ પાટનગરમાં વિશાળ રોડ શૉ દ્વારા શક્તિ પ્રદર્શન કરશે. આ શો દ્વારા અને મનપાનો જંગ જીતવા ભાજપ આખરી ઝંઝાવાતી પ્રચાર કરશે.

ગાંધીનગર (Gandhinagar) મનપાના ચૂંટણી (GMC Election) પ્રચારનો આજે અંતિમ દિવસ છે. આજે સાંજે 5 કલાકે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઇ જશે. ત્યારે પ્રચાર પડઘમ શાંત થાય તે અગાઉ ભાજપ (BJP) પાટનગરમાં વિશાળ રોડ શૉ દ્વારા શક્તિ પ્રદર્શન કરશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) અધ્યક્ષતામાં યોજાનારા આ રોડ શોમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે સરકારના પ્રધાનો હાજરી આપશે. આ શો દ્વારા અને મનપાનો જંગ જીતવા ભાજપ આખરી ઝંઝાવાતી પ્રચાર કરશે.

ભાજપના રોડ શૉની વાત કરીએ તો, બપોરે 3 કલાકે પેથાપુર ખાતે મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ કરી રોડ શોની શરૂઆત કરાશે .અને ઘ-6 સર્કલ, ગ-6 સર્કલ, ખ-5 સર્કલ, ઘ-5 બસ સ્ટેન્ડ થઇને રોડ શૉ પથિકાશ્રમ સર્કલ પહોંચશે. અહીંયાથી સેક્ટર -3એ, ગ-1 બસ સ્ટેન્ડ, સાર્થક મોલ, સરગાસણ ચોકડી, દીનદયાળ સર્કલ થઇને કુડાસણ સ્થિત સરદાર પટેલ પ્રતિમા ખાતે પુષ્પાંજલિ કરીને રોડ શૉ પૂર્ણ થશે.

ત્યારે કેબિનેટ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ પણ ગાંધીનગરમાં ભાજપ જંગી બહુમતિથી વિજય પ્રાપ્ત કરશે તેવો આશાવાદ રજૂ કર્યો છે. જોકે ભાજપ ક્યારેય પરિણામની ચિંતા ન કરતુ હોવાની વાતનો પણ તેઓએ ઉલ્લેખ કર્યો છે. આ વખતે ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપ સામે આમ આદમી પાર્ટી પણ દમ લગાવી રહી છે. તાજેતરમાં જ દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ ગાંધીનગરમાં ઘણા કાર્યકર કરીને ગયા છે.

 

આ પણ વાંચો: Gandhinagar: પાટીદાર સમાજના અભિવાદન કાર્યક્રમમાં CM અને ભાજપના મોટા નેતાઓની હાજરી

આ પણ વાંચો: AMC એક્શનમાં: સપ્ટેમ્બર મહિનામાં રખડતા ઢોર મામલે 80 FIR, 202 નોટિસ અને આટલા લાખનો દંડ, જાણો

g clip-path="url(#clip0_868_265)">