દેવભૂમિ દ્વારકા: વીજ કરંટની બે ઘટનામાં 3 વ્યક્તિના મોત, ખેતરમાં રમતી હતી બાળકી અને વીજ વાયર પડ્યો નીચે

દેવભૂમિ દ્વારકામાં વીજ કરંટ લાગતા 3 વ્યક્તિના મોત થયા હોવાનો મામલો સામે આવ્યો છે. જિલ્લામાં વીજ કરંટ લાગવાની બે ઘટના બનતા અરેરાટી ફેલાઈ ગઈ છે.

દેવભૂમિ દ્વારકામાં (Devbhoomi Dwarka) ચોંકાવનારી ઘટના બની છે. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં વીજ કરંટ (electric shock) લાગતા 3 વ્યક્તિના મોત થયા હોવાનો મામલો સામે આવ્યો છે. જિલ્લાના ચાચલાણા અને ગઢકા ગામમાં આ દુખદ ઘટના બની છે. ત્યારે ચાચલાણા ગામમાં એક વ્યક્તિને વીજ કરંટ લાગ્યો હતો. જેને બચાવવા જતા અન્ય વ્યક્તિને પણ કરંટ લાગ્યો  અને બંનેનું મોત નીપજ્યું. જ્યારે ગઢકામાં ખેતરમાં વીજ વાયર અડી જતા બાળકીનું મોત થયું હોવાની દુખદ ઘટના ઘટી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં વીજ કરંટના કારણે 3 ના મોત થતા અરેરાટી ફેલાઈ ગઈ છે. કલ્યાણપુર તાલુકાના ચાચલાણા ગામે ખેતરમાં ટીસી પર રીપેરીંગ કરવા જતાં એક વ્યક્તિને વીજ કરંટ લાગ્યો હતો. ત્યાર બાદ બીજા વ્યક્તિએ તેને બચાવવા જતા તેને પણ વીજ કરન્ટ લાગતા બંનેનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં કલ્યાણપુર પોલોસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા.

જ્યારે બીજી ઘટનામાં કલ્યાણપુરના ગઢકા ગામે ખેતરમાં જીવંત વીજ વાયર નીચે પડતા બાળકીનું મોત થયું છે. બાળકી ખેતરમાં રમતી હતી અને એ વેળાએ જ વીજ વાયર નીચે પડતા મોત નીપજ્યું. વીજ કરન્ટની બે ઘટનામાં કુલ 3 મોત નીપજતા કલ્યાણપુર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.

 

આ પણ વાંચો: ઉત્તરાખંડમાં ભારે વરસાદથી Red Alert: વરસાદ અને ભૂસ્ખલન વચ્ચે રાજકોટના 30 યાત્રાળુઓ ફસાયા

આ પણ વાંચો: Vadodara: 127 પોલીસ કર્મચારીઓની સાગમટે બદલી, સાથે કમિશ્નર શમશેર સિંઘે આપી આ કડક સૂચના

Click on your DTH Provider to Add TV9 Gujarati