Surat : ગ્રીષ્મા વેકરીયાના પરિજનો સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલે વિડીયો કોલથી સંવેદના વ્યક્ત કરી
સુરતના પાસોદરા ખાતે થયેલી યુવતીની હત્યાનાકેસમાં રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સમગ્ર કેસને લઈને સંવેદના વ્યક્ત કરી છે. તેમણે યુવતીના પરિવાર સાથે વીડિયો કોલથી વાત કરીને પરિવારને સાંત્વના પાઠવી છે.
સુરતના(Surat) પાસોદરા ખાતે થયેલી યુવતીની હત્યાના(Murder) કેસમાં રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel) સમગ્ર કેસને લઈને સંવેદના વ્યક્ત કરી છે.. તેમણે યુવતીના પરિવાર સાથે વીડિયો કોલથી વાત કરીને પરિવારને સાંત્વના પાઠવી છે. તેમણે પરિવારને ખાતરી આપી છે કે દીકરીને જલ્દી ન્યાય મળશે. જ્યારે સરકાર આ મામલે કોઇ પણ પાછી પાની નહીં કરે. તેમજ પરિવાર સાથે ગુજરાતની સરકાર છે. તો પરિવારે પણ મુખ્યપ્રધાન સમક્ષ આરોપીને ફાંસીની સજા કરવામાં આવે તેવી માગ કરી છે.
ઉલ્લેખનીય છે કે, સુરતમાં એક તરફી પ્રેમમાં પાગલ બનેલા યુવકે જાહેરમાં યુવતીનું ગળું કાપીને તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારે સુરતના પાસોદરાના ગ્રીષ્મા હત્યાકાંડથી સમગ્ર ગુજરાત સમસમી ઉઠ્યું છે. મૃતક યુવતી ગ્રીષ્માની અંતિમ વિધિમાં મોટી સંખ્યામાં મહિલાઓ પહોંચી રહી છે. બીજી તરફ આ હત્યાકાંડને લઈને હવે સામાજીક સંસ્થાઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.સુરત શહેરના પાસોદરા વિસ્તારમાં કંપારી છૂટી જાય તેવી ઘટના બનવા પામી હતી. જેમાં પ્રેમમાં આંધળા બનેલા યુવકે યુવતીને જાહેરમાં છરીના ઘા મારી ગળું કાપી હત્યા કરી નાખી હતી. મૃતક યુવતી ગ્રીષ્માની આજે અંતિમ વિધિ કરવામાં આવી હતી
આ પણ વાંચો : Rajkot: ધોરાજીમાં પ્રેમીએ પ્રેમિકાનું નાક કાપી છરીના ઘા ઝીંકતા યુવતીને હોસ્પિટલમાં દાખલ કરાઈ