Janmotsav : ભક્તિના સાગરમાં હૈયા તરબોળ, મધરાતે શંખનાદ અને જયઘોષ સાથે ભગવાન કૃષ્ણના પ્રાગટ્યની કરાઈ ઉજવણી, જુઓ Video
ગતરાત્રીએ જન્માષ્ટમીના પાવન પર્વ પર ગુજરાતના તમામ કૃષ્ણ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. રાત્રે 12 વાગ્યે જ રાજ્યમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
ગતરાત્રીએ જન્માષ્ટમીના પાવન પર્વ પર ગુજરાતના તમામ કૃષ્ણ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. રાત્રે 12 વાગ્યે જ રાજ્યમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીમાં દ્વારકાના દ્વારકાધીશ મંદિર અને ડાકોરના રણછોડરાયજી મંદિર ખાસ ઉલ્લેખનીય છે. દ્વારકાધીશ મંદિરમાં મધ્યરાત્રિના શંખનાદ અને મંત્રોચ્ચાર સાથે ભગવાન કૃષ્ણના પ્રાગટ્યની ઉજવણી થઈ.
ભક્તિના સાગરમાં હૈયા તરબોળ
આ ઉપરાંત મંદિર પરિસર ભક્તોથી ખીચોખીચ ભરાયેલું હતું અને “દ્વારકાધીશકી જય” ના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું. ડાકોરમાં પણ કાળિયા ઠાકોર તરીકે પ્રખ્યાત રણછોડરાયજીના મંદિરમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. દૂર-દૂરથી આવેલા ભક્તોએ રણછોડરાયજીના જયઘોષ સાથે ભગવાનના દર્શન કર્યા. આ બંને પવિત્ર સ્થળોએ જન્માષ્ટમીની ઉજવણી ભક્તિના સાગરમાં તરબોળ થઈ ગઈ.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
