સરકારે PMJAY હેઠળના બિલની ચૂકવણી ન કરી હોવાનો આક્ષેપ, અમદાવાદની 60 હોસ્પિટલોએ PMJAY હેઠળ સારવાર કરી બંધ, જુઓ વીડિયો

|

Feb 21, 2024 | 1:23 PM

અમદાવાદની 60 જેટલી ખાનગી હોસ્પિટલ PMJAY હેઠળ 4 દિવસ સારવાર નહીં કરે. તેમણે 26થી 29 ફેબ્રુઆરી સુધી PMJAY હેઠળ દર્દીઓને સારવાર નહીં આપવાનો નિર્ણય લીધો છે. તેમજ એવો દાવો કરાયો છે કે રાજ્યની 789 ખાનગી હોસ્પિટલોને સરકારે રૂપિયા ચૂકવ્યા નથી

PMJAY હેઠળ ખાનગી હોસ્પિટલોના બાકી પેમેન્ટના આક્ષેપ મુદ્દે હવે મોટો નિર્ણય લેવાયો છે. અમદાવાદની 60 જેટલી ખાનગી હોસ્પિટલ PMJAY હેઠળ 4 દિવસ સારવાર નહીં કરે. તેમણે 26થી 29 ફેબ્રુઆરી સુધી PMJAY હેઠળ દર્દીઓને સારવાર નહીં આપવાનો નિર્ણય લીધો છે. તેમજ એવો દાવો કરાયો છે કે રાજ્યની 789 ખાનગી હોસ્પિટલોને સરકારે રૂપિયા ચૂકવ્યા નથી.નાની મોટી હોસ્પિટલોને 40 લાખથી 8 કરોડ રૂપિયા સુધીના બિલ બાકી હોવાનો દાવો કરાયો છે. જેથી સરકાર PMJAY હેઠળ સારવારની રકમ જલ્દી ચૂકવે તેવી વિનંતી કરાઇ છે.મહત્વનુ છે કે સુરત, વડોદરા અને મહુવાની 32 ખાનગી હોસ્પિટલે PMJAY અંતર્ગત સારવાર બંધ કરી છે.

ઉલ્લેખનીય છે 13 ફેબ્રુઆરીએ PMJAY એમપેન્લડ પ્રાઈવેટ હોસ્પિટલ એસોસિએશને મીડિયા સમક્ષ દાવો કર્યો હતો કે PMJAY હેઠળ પ્રાઈવેટ હોસ્પિટલોની 870 કરોડની ચૂકવણી બાકી છે. જુલાઈ 2021થી જુલાઈ 2023 સુધીના 370 કરોડના પેમેન્ટ બાકી હોવાનો દાવો કર્યો છે. મહત્વનું છે કે સારવાર થયાના 15 દિવસમાં ચૂકવણી કરવાનો નિયમ હોવા છતાં વર્ષોથી ચૂકવણી કરાઇ નથી. તેવા આક્ષેપ સાથે જણાવ્યું કે આ બાબતે કેન્દ્રીય અને રાજ્યના આરોગ્ય પ્રધાન તેમજ મુખ્યપ્રધાનને રજૂઆત કરી હોવા છતાં કોઇ ઉકેલ આવ્યો નથી.

PMJAY પોલિસી 8 હેઠળ બજાજ ઇન્સ્યોરન્સ કંપનીએ 500 કરોડ ન ચૂકવતા PMનો ડ્રીમ પ્રોજેક્ટ પેમેન્ટના કારણે ખતરામાં હોવાનો દાવો કર્યો છે.ત્યારે ખાનગી હોસ્પિટલોએ PMJAY હેઠળના બિલની ચૂકવણી કરવા સરકારને વિનંતી કરી છે. જો ચૂકવણી નહીં થાય તો અચોક્કસ મુદત સુધી PMJAY યોજના હેઠળ સારવાર બંધ કરવાની ચીમકી આપી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 1:15 pm, Wed, 21 February 24

Next Video