Banaskantha : પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં સરકાર ચુકવશે કેશડોલ, આજથી જ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ , જુઓ Video
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યા હતા. જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ ભારે વરસાદ અને પૂરને પગલે વ્યાપક નુકસાન થયું છે. આ પૂરથી થરાદ, વાવ, સુઇગામ અને ભાભર જેવા વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થયા છે.
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યા હતા. જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ ભારે વરસાદ અને પૂરને પગલે વ્યાપક નુકસાન થયું છે. આ પૂરથી થરાદ, વાવ, સુઇગામ અને ભાભર જેવા વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થયા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ગુજરાત સરકારે અસરગ્રસ્ત લોકોને નાણાકીય સહાય જાહેર કરી છે. 18 વર્ષથી ઉપરની ઉંમરના પ્રભાવિત વ્યક્તિઓને દરરોજ રૂ. 233 કેશ ડોલ આપવામાં આવશે.
આ માટે, તલાટીઓ આજથી જ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરશે. આધાર કાર્ડ સહિત જરૂરી માહિતી એકત્રિત કર્યા બાદ, વેરિફિકેશન પછી રકમ સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરાશે.
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા રાહત પેકેજ અંતર્ગત, 18 વર્ષથી ઉપરની ઉંમરના દરેક પ્રભાવિત વ્યક્તિને દિવસના રૂ. 233 કેશ ડોલ આપવામાં આવશે. આ રાહત રકમ સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરાશે. આ યોજના અંતર્ગત, ગામના તલાટીઓ આજથી જ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરશે. ફોર્મમાં આધાર કાર્ડ નંબર સહિતની જરૂરી માહિતી એકત્રિત કરાશે. આ માહિતીનું વેરિફિકેશન કર્યા બાદ જ લાભાર્થીઓને રાહત રકમ મળશે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
અમદાવાદમાં વધુ એક થાર ચાલકે સર્જ્યો અકસ્માત
જામનગરની જી.જી. હોસ્પિટલ સામે રેસિડેન્ટ ડોક્ટરનું શોષણ કરવાના આક્ષેપો
Tv9 ના રિયાલિટી ચેકની અસર, બેદરકાર સિક્યોરિટી એજન્સી સામે નોંધાયો ગુનો
રાજ્યમાં ભેળસેળિયાઓ સામે તવાઈ ફૂડ અને ડ્રગ વિભાગની તવાઈ
