ગુજરાત વિધાનસભામાં રખડતાં ઢોર મુદ્દેનું બિલ રજૂ કરવામાં આવ્યું

ગુજરાત વિધાનસભામાં રખડતાં ઢોર મુદ્દેનું બિલ રજૂ કરવામાં આવ્યું

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2022 | 9:48 PM

ગુજરાત હાઈકોર્ટની આકરી ફટકાર બાદ શહેરી વિકાસ વિભાગે કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરી દીધો છે. જેમાં શહેરી વિસ્તારમાં પશુઓ રાખતા પશુપાલકો માટે કાયદામાં કડક જોગવાઈઓ કરવામાં આવી છે.જે અંતર્ગત હવેથી શહેરી વિસ્તારોમાં ઢોર રાખવા પશુપાલકે લાઈસન્સ લેવું પડશે. નવો કાયદો અમલી બન્યાના 90 દિવસમાં પશુપાલકે લાઈસન્સ લેવું ફરજિયાત છે.

ગુજરાત(Gujarat)  વિધાનસભામાં રખડતાં ઢોર(Stray Cattle)  મુદ્દેનું બિલ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં રખડતા ઢોર પરના બિલ મુદ્દે વિધાનસભામાં (Gujarat Asssembly) ચર્ચા કરવામાં આવી હતી. આ બિલમાં શહેરી વિસ્તારના પશુપાલકો માટે લાયસન્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમજ બિલમાં ઓછામાં ઓછા 5 હજારથી વધુમાં વધુ 20 હજાર સુધીના દંડની જોગવાઇ કરવામાં આવી છે. આ કાયદો અમલમાં આવ્યાના 90 દિવસમાં લાયસન્સ લેવું પડશે. જ્યારે શહેરી વિસ્તારોમાં ઢોર રાખવા માટે પશુપાલકે લાઇસન્સ લેવું પડશે. તેમજ મંજૂરીથી રાખેલા તમામ ઢોરને ટેગ લગાવવા પડશે. આ ઉપરાંત ઢોર પકડવા ગયેલી પાર્ટી પર હુમલો કરવાના કેસમાં કાર્યવાહી કરવાની પણ જોગવાઇ આ બિલમાં છે. તેમજ ઢોરને ભગાડી જવા અથવા તેનો પ્રયાસ કરવાના કિસ્સામાં કાર્યવાહી કરવામાં આવશે. જેની માટે એક વર્ષની કેદ અને 50 હજારથી 1 લાખ સુધીના દંડની જોગવાઇ છે.

શહેરોના સ્થાનિક સત્તામંડળ લાઈસન્સ ઈન્સપેક્ટર નિમશે

ગુજરાત હાઈકોર્ટની આકરી ફટકાર બાદ શહેરી વિકાસ વિભાગે કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરી દીધો છે. જેમાં શહેરી વિસ્તારમાં પશુઓ રાખતા પશુપાલકો માટે કાયદામાં કડક જોગવાઈઓ કરવામાં આવી છે.જે અંતર્ગત હવેથી શહેરી વિસ્તારોમાં ઢોર રાખવા પશુપાલકે લાઈસન્સ લેવું પડશે. નવો કાયદો અમલી બન્યાના 90 દિવસમાં પશુપાલકે લાઈસન્સ લેવું ફરજિયાત છે. પશુપાલકોએ મંજૂરીથી રાખેલા તમામ પશુઓને ટેગ લગાવવાના રહેશે.પશુ પાલકોએ લાઈસન્સ લીધાના 15 દિવસમાં જ ઢોરને ટેગ લગાવવા પડશે.જો ટેગ લગાયેલા પશુ રખડતા પકડાશે તો માલિક સામે ફોજદારી ગુનો નોંધાશે. આ માટે શહેરોના સ્થાનિક સત્તામંડળ લાઈસન્સ ઈન્સપેક્ટર નિમશે. આ ઉપરાંત શહેરી વિસ્તારોમાં નિયત કરાયેલા સ્થળો સિવાય ઘાસનું વેચાણ થઈ શકશે નહીં

આ પણ વાંચો :  Gir રાષ્ટ્રીય ઉદ્યાનમાં સિંહની ગીચતા સામે જંગલી મારણની ગીચતા પણ વધી : વન મંત્રી અશ્વિની કુમાર ચૌબે

g clip-path="url(#clip0_868_265)">