અધધ…ગોધરા પાલિકાને 47 કરોડનું પાણીનું બિલ ભરવાનું બાકી, નર્મદા નિગમે ફટકારી નોટીસ
ગોધરા શહેરીજનો માટે પાલીકા રોજનું 1 અબજ લીટર પાણી કેનાલમાંથી લે છે. જેના માટે નર્મદા નિગમ એક હજાર લીટર દીઠ 5.05 રૂપિયા ચાર્જ વસુલે છે. મહત્વનું છે કે ગોધરા પાલિકાની આર્થિક સ્થિતિ અત્યંત દયનિય છે. જ્યારે પાલિકાને પગાર ચૂકવવાના પણ પૈસા નથી. ત્યારે હવે પાલિકા આટલી માતબર રકમ કેવી રીતે ભરપાઈ કરશે તે એક મોટો પ્રશ્ન છે.
ગોધરા પાલિકાને નર્મદા નિગમે પાણીનું બિલ ચૂકવવા માટે નોટિસ ફટકારી છે. કંગાળ ગોધરા પાલિકા પાસેથી નિગમે પાણીના બિલના બાકી નીકળતા રૂપિયા 47 કરોડની ચુકવણી માટે નોટિસ આપી છે. ગોધરા નગર પાલિકા દ્વારા વર્ષ 2009થી નર્મદાની કેનાલમાંથી શહેરીજનો માટે પીવાના પાણીની ખરીદી શરૂ કરી હતી. દર માસે નર્મદા નિગમ નર્મદાના પાણીની ખરીદીનું બિલ આપે છે.
આ પણ વાંચો ગોધરામાંથી પાકિસ્તાનના સતત સંપર્કમાં રહેનારા 4 લોકોની અટકાયત, શકમંદોની પુછપરછ હાથ ધરાઇ, જુઓ વીડિયો
ગોધરા શહેરીજનો માટે પાલીકા રોજનું 1 અબજ લીટર પાણી કેનાલમાંથી લે છે. જેના માટે નર્મદા નિગમ એક હજાર લીટર દીઠ 5.05 રૂપિયા ચાર્જ વસુલે છે. મહત્વનું છે કે ગોધરા પાલિકાની આર્થિક સ્થિતિ અત્યંત દયનીય છે. જ્યારે પાલિકાને પગાર ચૂકવવાના પણ પૈસા નથી. ત્યારે હવે પાલિકા આટલી માતબર રકમ કેવી રીતે ભરપાઈ કરશે તે એક મોટો પ્રશ્ન છે.
