નદીના પૂરમાં ફસાયેલ યુવતીને 3 કલાકની ભારે જહેમત બાદ બચાવાઈ, જુઓ વીડિયો
ફાયર બ્રિગેડના જવાન અને સ્થાનિક તરવૈયાઓએ, મોટી ટોકરી ગામની કરા નદીમાં, જ્યા યુવતી ફસાઈ ગઈ હતી ત્યાં દોરડા વડે પહોચ્યા હતા. ત્યાર બાદ યુવતીને લાઈફ જેકેટ પહેરાવીને ફાયર બ્રિગેડના જવાને પોતાના ખભા ઉપર બેસાડીને નદીના ધસમસતા પૂરના પાણીમાં દોરડુ પકડીને સહી સલામત કિનારે લાવવામાં આવી હતી
છોટા ઉદેપુરના મોટી ટોકરી ગામ પાસેની કરા નદીમાં પૂરમાં ફસાયેલી યુવતીને, સ્થાનિક તરવૈયા અને ફાયર બ્રિગેડના કર્મચારીઓએ બચાવી લીધી છે. ગામની નદીમાં એકાએક આવેલા પૂરમાં, યુવતી ફસાઈ ગઈ હોવાની જાણ થતા જ સ્થાનિક તરવૈયાઓ અને ફાયર બ્રિગેડની ટીમે યુવતીને હેમખેમ બચાવવા માટે જહેમત આદરી હતી. જો કે યુવતીને સલામત રીતે બચાવવા માટે સ્થાનિક તરવૈયાઓ અને ફાયર બ્રિગેડની ટીમને ત્રણ કલાક જેટલો સમય લાગ્યો હતો.
ફાયર બ્રિગેડના જવાન અને સ્થાનિક તરવૈયાઓએ, મોટી ટોકરી ગામની કરા નદીમાં, જ્યા યુવતી ફસાઈ ગઈ હતી ત્યાં દોરડા વડે પહોચ્યા હતા. ત્યાર બાદ યુવતીને લાઈફ જેકેટ પહેરાવીને ફાયર બ્રિગેડના જવાને પોતાના ખભા ઉપર બેસાડીને નદીના ધસમસતા પૂરના પાણીમાં દોરડુ પકડીને સહી સલામત કિનારે લાવવામાં આવી હતી.
(Input Credit – Maqbool Mansoori)