Gir Somnath: VHP, બજરંગ દળની શૌર્ય યાત્રા રાજ્યમાં તોફાનો કરાવે છે: અર્જુન મોઢવાડિયા- Video

| Edited By: | Updated on: Oct 08, 2023 | 11:41 AM

Gir Somnath: વિશ્વ હિંદુ પરિષદની શૌર્ય યાત્રાને અર્જુન મોઢવાડિયાએ ચૂંટણીલક્ષી ગણાવી છે. શૌર્ય યાત્રા પર મોઢવાડિયાએ આકરા પ્રહાર કર્યા કે શૌર્ય યાત્રાના નામે મુસ્લિમ વિસ્તારોમાં તોફાન કરાવે છે અને પથ્થરામારો અને દુકાનો તોડવામાં આવે છે.

Gir Somnath: બોટાદમાં વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શૌર્ય જાગરણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ શૌર્ય યાત્રાને લઈને કોંગ્રેસના અર્જુન મોઢવાડિયાએ આકરા પ્રહાર કર્યા છે. અર્જુન મોઢવાડિયાએ વિશ્વ હિંદુ પરિષદની શૌર્ય યાત્રાને ચૂંટણીલક્ષી ગણાવી છે. ગીરસોમનાથમાં કોંગ્રેસના સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારીની હાજરીમાં કોંગ્રેસનું કાર્યકર્તા સંમેલન યોજાયુ હતુ. આ સંમેલન દરમિયાન અર્જુન મોઢવાડિયાએ નિવેદન આપ્યુ. તેમણે કહ્યુ રાજ્યમાં વીએચપીની શૌર્ય યાત્રા મુસ્લિમ વિસ્તારોમાં જઈને તોફાન કરાવે છે. પથ્થરમારો કરીને દુકાનો તોડાવે છે.

આ પણ વાંચો: Gujarati Video: લવ જેહાદના કિસ્સા રોકવા ગરબામાં વિધર્મીઓને એન્ટ્રી ન આપવા VHPની અપીલ

વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળને અધર્મનો પ્રચાર ન કરવા કોંગ્રેસે અપીલ કરી હતી. મોઢવાડિયાએ દાવો કર્યો કે જે જગ્યાએ તોફાનો થયા હતા તેના વીડિયો સામે આવ્યા હતા. કોઈના ઘર કે દુકાનો તોડી, તેનુ ગૌરવ લેવુ એ કોઈ ધર્મના સંસ્કાર નથી. તેમણે જણાવ્યુ કે મારી એ લોકોને અપીલ છે કે ધર્મનો પ્રચાર કરે પરંતુ અધર્મનું આચરણ ન કરે.

Input Credit- Yogesh Joshi- Gir Somnath

ગીર સોમનાથ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 08, 2023 11:40 AM