ગીર સોમનાથ: હિરણ-2 ડેમમાં નવા નીરની આવક, 2 દરવાજા એક-એક ફૂટ ખોલાયા, જુઓ વીડિયો

|

Jul 20, 2024 | 5:13 PM

હિરણ-2 માં પાણીની નવી આવકને પગલે ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે. હાલમાં બંને દરવાજા એક એક ફૂટ જેટલા ખૂલ્લા રાખવામાં આવ્યા છે. ડેમમાં જળસ્તર 90 ટકાએ પહોંચતા જ દરવાજા ખોલવામાં આવ્યા હતા. દરવાજા ખોલવાને લઈ નદી કાંઠા અને નીચાણ વાળા વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા છે.

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને લઈ ચોતરફ જળબંબાકારની સ્થિતિ છે. આ દરમિયાન સૌરાષ્ટ્રની નદીઓમાં ધસમસતા પૂર જોવા મળી રહ્યા છે. તો ડેમ જળાશયમાં પણ ભારે આવક નોંધાઈ છે. આ દરમિયાન ગીર સોમનાથ જિલ્લાના સૌથી મોટા ડેમ હિરણ-2 માં પણ નવા પાણીની આવક નોંધાઈ છે. નવા પાણીની આવક થતા ડેમની જળસપાટીમાં વધારો નોંધાયો છે.

હિરણ-2 માં પાણીની નવી આવકને પગલે ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે. હાલમાં બંને દરવાજા એક એક ફૂટ જેટલા ખૂલ્લા રાખવામાં આવ્યા છે. ડેમમાં જળસ્તર 90 ટકાએ પહોંચતા જ દરવાજા ખોલવામાં આવ્યા હતા. દરવાજા ખોલવાને લઈ નદી કાંઠા અને નીચાણ વાળા વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: આરોગ્ય પ્રધાન હિંમતનગર સિવિલની મુલાકાત લીધી, સમિક્ષા બેઠક યોજી, જુઓ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video