ગીર સોમનાથ: કોડિનારમાં ટેકાના ભાવે મગફળી ખરીદીને નીરસ પ્રતિસાદ, પ્રથમ દિવસે આવ્યા માત્ર 10 ખેડૂત- જુઓ વીડિયો
ગીર સોમનાથ: કોડિનારમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. જો કે આ ટેકાના ભાવે મગફળી ખરીદવામાં ખેડૂતો નિરસ જણાઈ રહ્યા છે. ખરીદી શરૂ કરાતા પ્રથમ દિવસે માત્ર માત્ર 10 ખેડૂતો તેમની મગફળી લઈને પહોંચ્યા હતા. ખેડૂતો ભાવ વધારવા પણ માગ કરી રહ્યા છે.
ગીર-સોમનાથના કોડિનારમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ ગઈ છે. આ વખતે ટેકાના ભાવે મગફળીના વેચાણમાં ખેડૂતોનું વલણ નીરસ લાગ્યું છે. કોડીનારમાં માત્ર 10 ખેડૂતો મગફળી લઈ વેચવા માટે આવ્યા. બીજી તરફ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, તાલાલા, કોડીનાર, સૂત્રાપાડા, ઉના, ગીર-ગઢડા એમ પાંચ કેન્દ્રોમાં 7337 જેટલા ખેડૂતોએ જ ટેકાના ભાવે રજીટ્રેશન કરાવ્યું છે જે પણ પાછલા વર્ષોની સરખામણીમાં ખૂબ જ ઓછું છે.
આ પણ વાંચો: ગીરસોમનાથ: કોડિનારમાં યુરિયા ખાતર માટે હોબાળો, પોલીસ બોલાવવી પડી, ખેડૂતોનો રોષ થયો વીડિયોમાં કેદ
ટેકાના ભાવે ખરીદીમાં ખેડૂતોની નિરાશા પાછળ ઓછો ભાવ જવાબદાર છે..સરકારે મગફળી માટે ટેકાનો ભાવ 1275 રૂપિયા જાહેર કર્યો છે. પરંતુ ખેડૂતોનો દાવો છે કે સારી ગુણવત્તાવાળી મગફળીનો બજારમાં 1300 રૂપિયાથી ઉપરનો ભાવ આવી રહ્યો છે. આથી ખેડૂતોએ ટેકાના ભાવ વધારવા માગણી કરી છે.
ગીર સોમનાથ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો