Gir Somnath : ઝૂંપડામાં સુતેલા બાળકને દીપડો ઉઠાવી ગયો, 2 વર્ષના માસુમનો મૃતદેહ મળ્યો, જુઓ Video
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ભાચા ગામમાં એક અત્યંત દુઃખદ અને કરૂણ ઘટના સામે આવી છે. મોડી રાત્રે ઝૂંપડામાં સુતેલા 2 વર્ષીય માસુમ બાળકને દીપડો ઉઠાવી ગયો હતો.જે પછી બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટના ખોડિયારની ધાર પાસે આવેલા દેવીપૂજક સમાજની વસાહતમાં બની છે.
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ભાચા ગામમાં એક અત્યંત દુઃખદ અને કરૂણ ઘટના સામે આવી છે. મોડી રાત્રે ઝૂંપડામાં સુતેલા 2 વર્ષીય માસુમ બાળકને દીપડો ઉઠાવી ગયો હતો.જે પછી બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટના ખોડિયારની ધાર પાસે આવેલા દેવીપૂજક સમાજની વસાહતમાં બની છે, જ્યાં છેલ્લા 35 વર્ષથી લોકો ઝૂંપડા બનાવીને રહે છે.
મૃતક બાળકની ઓળખ રાજવીર ભુપતભાઈ સોલંકી તરીકે થઈ છે, જે માત્ર બે વર્ષનો હતો. ઘટનાની રાતે, આશરે રાત્રે 1 વાગ્યાના સમયે દીપડાએ ખુલ્લા ઝૂંપડામાં સૂતા રાજવીર પર અચાનક હુમલો કર્યો અને તેને ઊંચકીને લઈ ગયો. દીપડાના હુમલાથી રાજવીરના પિતાની ઊંઘ તૂટી જતા તેમણે તરત જ દીપડા પાછળ દોડ લગાવી હતી.
દીપડો રાજવીરને આશરે 500 મીટર દૂર આંબાની બાગ સુધી ખેંચી લઈ ગયો હતો. ત્યાંથી જ સ્થાનિક રહેવાસીઓએ બાળકના મૃતદેહને શોધી કાઢ્યો.બાળકને હોસ્પિટલ લઇ જતા તબીબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો. દીપડાએ બાળકના ગળા પર ઘાતક ઇજા પહોંચાડી હતી.
ઘટનાની જાણ મળતાની સાથે જશાધાર રેન્જનો વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. દીપડાને પાંજરે પુરવા માટે વિસ્તારમાં બે અલગ અલગ સ્થળોએ પાંજરા મુકવામાં આવ્યા છે. બાળકના મૃતદેહને પીએમ માટે ઉના સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભય અને દુઃખનું માહોલ છવાઈ ગયો છે. સ્થાનિક લોકો પાસે વસવાટ કરવા છતાં, ખતરનાક જંગલી જીવજંતુઓની હાજરી પર ફરીથી પ્રશ્નો ઉઠી રહ્યાં છે. હવે વનવિભાગની કાર્યવાહી અને સુરક્ષા વ્યવસ્થા પર સૌની નજર ટકેલી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
