Gir Somnath : કમોસમી વરસાદથી ખેડૂતોને નુકશાન, વળતરની માંગ

|

Jan 07, 2022 | 8:41 PM

ગીર સોમનાથ જિલ્લામાં તાઊતે વાવાઝોડા બાદ સતત ત્રીજી વખત કમોસમી માવઠુ થતા ખેતી ના તમામ પાકો માં વ્યાપક નુકસાન થયું છે ખેડૂતો હવે કુદરત સાથે સરકારી સહાયથી વંચીત રહેતા નીરાશ જોવા મળી રહ્યા છે

ગુજરાતમાં(Gujarat)માવઠાંથી(Unseasonal Rain)ખેડૂતોની(Farmers)સ્થિતિ કફોડી બની છે. જેમાં ગીરસોમનાથમાં(Gir Somnath)તાઉતે વાવાઝોડા બાદ સતત ત્રીજી વખત માવઠું થયું છે.જેથી ઘઉં, ચણા, ધાણા, કપાસ, ડુંગળી, લસણ સહિતના પાકને ભારે નુકશાન થયું છે.

ગીર સોમનાથ જિલ્લામાં તાઊતે વાવાઝોડા બાદ સતત ત્રીજી વખત કમોસમી માવઠુ થતા ખેતી ના તમામ પાકો માં વ્યાપક નુકસાન થયું છે ખેડૂતો હવે કુદરત સાથે સરકારી સહાયથી વંચીત રહેતા નીરાશ જોવા મળી રહ્યા છે ખેતી કેમ કરવી તેના સામે સવાલ ઊભા થયા છે. ઓચિંતા વરસાદથી અને પવનથી ખેતીના પાકો જેવા કે ઘઉં ચણા ધાણા કપાસ ડુંગળી લસણ જેવા પાકો માં ખેડૂતોની ભારે મહેનત બાદ તેના પર પાણી ફરી વળ્યું છે જેથી ખેડૂતો માં ભારે નિરાશા જોવા મળે છે

છેલ્લા બે દિવસથી ગીર સોમનાથ જીલ્લા મા વરસાદ તેમજ પવનના કારણે ખેતી મા મુખ્ય પાક ઘઉં કે જે તૈયારી ઉપર હતા તે ખેતરોમાં સૂઈ ગયા છે જે હવે નાશ પામ્યા છે તો ખેતરોમાં પડેલ ડુંગળી લસણ ધાણા ચણા અને કપાસ જેવા પાકો તૈયાર થયા બાદ તેના પર વરસાદી પાણી પડતા હવે એ પાક નાશ પામ્યા છે જેથી જિલ્લામાં ખેતી ના તમામ મુખ્ય પાકો માં વ્યાપક નુકસાની ગઈ છે.

ગીર સોમનાથ જિલ્લામાં સતત કુદરતી સંકટો વાવાઝોડા ઓ અને માવઠા ઓ આવી રહ્યા હોય જેથી ખેડૂતો ની મહેનત પર સતત પાણી ફરી રહ્યું હોય જેથી ખેડૂતો ભારે ચિંતિત બન્યા છે ત્યારે એક તરફ કુદરત રૂઠી છે બીજી તરફ સરકારી સહાય કે મદદ મળતી નથી તો ત્રીજી તરફ મહામારી કોરોના નું સંકટ છે ત્યારે ખેડૂતોમાં ભારે નિરાશા વ્યાપી છે.

આ પણ વાંચો : કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનને લઇને વૈજ્ઞાનિકોએ આપી આ ચેતવણી

આ પણ વાંચો :  AHMEDABAD : ચાંદખેડા પોલીસ ફરી વિવાદમાં, બે સગીરોને એવો ઢોર માર માર્યો કે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા

 

 

Published On - 8:36 pm, Fri, 7 January 22

Next Video