GIR SOMNATH : પાકિસ્તાન જેલમાંથી 20 ભારતીય માછીમારો મુક્ત, વેરાવળ ખાતે સ્વજનો સાથે મિલાપના લાગણીસભર દ્રશ્યો સર્જાયા

વતન આવી પહોંચેલા માછીમારોએ પાકિસ્તાની જેલમાં વેઠેલી યાતનાઓ અંગે આપવીતી વર્ણવી હતી. પાકિસ્તાનની જેલમાં ભારતીય માછીમારો સાથે પશુ જેવું વર્તન કરવામાં આવતું. જેલમાં આરોગ્યની સુવિધા પૂરતી મળતી ના હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 27, 2022 | 5:46 PM

GIR SOMNATH : પાકિસ્તાની જેલમાંથી (pakistan jail) મુક્ત કરાયેલા માછીમારો (Fishermen) પોતાના માદરે વતન પરત ફર્યા છે. ગીર સોમનાથના વેરાવળ ખાતે પાકિસ્તાન જેલમાંથી મુક્ત કરાયેલા 20 માછીમારોને પરત લવાયા છે. 20 પૈકી 05 ઉત્તરપ્રદેશના અને 15 ગીર સોમનાથ જિલ્લાના માછીમારો છે. ફિશરીઝ વિભાગ દ્વારા વાઘા બોર્ડરથી માછીમારોનો કબજો સંભાળી વેરાવળમાં લાવવામાં આવ્યાં છે.

વેરાવળ ખાતે માછીમારોનું પરિવાર સાથે મિલન થતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા

વર્ષો બાદ પરિવારજનો સાથે માછીમારોનું મિલન થતાં લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા. મહત્વનું છે કે હજુ પણ પાકિસ્તાન જેલમાં 560થી વધુ માછીમારો બંધક છે. જેમને પણ મુક્ત કરવાની માગ કરવામાં આવી રહી છે. જ્યારે સુત્રાપાડાના મૃતક માછીમાર જેન્તી સોલંકીના મોતને એક માસ વીતી જવા છતાં તેમનો મૃતદેહ પણ ભારત મોકલાવાયો નથી.

વતન આવી પહોંચેલા માછીમારોએ પાકિસ્તાની જેલમાં વેઠેલી યાતનાઓ અંગે આપવીતી વર્ણવી હતી. પાકિસ્તાનની જેલમાં ભારતીય માછીમારો સાથે પશુ જેવું વર્તન કરવામાં આવતું. જેલમાં આરોગ્યની સુવિધા પૂરતી મળતી ના હતી. તો બીજી તરફ ચાર-ચાર વર્ષથી જેલમાં બંધ માછીમારોના પરિવારની પણ આર્થિક હાલત કફોડી બની છે. ત્યારે સરકાર તરફથી પાકિસ્તાની જેલમાં બંધ માછીમારોના પરિવારને સરકાર તરફથી સહાય કરવામાં આવે એવી માગ ઉઠી છે.

આ પણ વાંચો :  ગાંધીનગર મહાનગર પાલિકામાં સફાઈ કર્મચારીઓનું આંદોલન, 400થી વધુ કર્મચારીઓએ અર્ધનગ્ન અવસ્થામાં વિરોધ નોંધાવ્યો

આ પણ વાંચો : GPSSB Recruitment 2022: ગુજરાતમાં આંકડાકીય મદદનીશ સહિત ઘણી જગ્યાઓ માટે ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી

Follow Us:
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
g clip-path="url(#clip0_868_265)">