Ghambhira Bridge Collapse : દુર્ઘટના બાદ નદીમાંથી બહાર નીકળનાર પ્રથમ વ્યક્તિએ જણાવી આપવીતી, જુઓ Video

Ghambhira Bridge Collapse : દુર્ઘટના બાદ નદીમાંથી બહાર નીકળનાર પ્રથમ વ્યક્તિએ જણાવી આપવીતી, જુઓ Video

| Edited By: | Updated on: Jul 10, 2025 | 2:06 PM

વડોદરાના ગંભીરા બ્રિજનું પતન એક ભયાનક દુર્ઘટના હતી. જેમાં 15 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા અને ઘણા ઘાયલ થયા. આ દુર્ઘટનામાં બચી ગયેલા એક ઘાયલ નરેન્દ્રભાઈએ ટીવી9 ગુજરાતીને પોતાની આપવીતી વર્ણવી.

વડોદરાના ગંભીરા બ્રિજનું પતન એક ભયાનક દુર્ઘટના હતી. જેમાં 15 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા અને ઘણા ઘાયલ થયા. આ દુર્ઘટનામાં બચી ગયેલા એક ઘાયલ નરેન્દ્રભાઈએ ટીવી9 ગુજરાતીને પોતાની આપવીતી વર્ણવી. તેઓ બોરસદ તાલુકાના એક ગામના રહેવાસી છે અને નોકરી કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. જ્યારે તેઓ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બ્રિજનો એક મોટો ભાગ ધરાશાયી થઈ ગયો અને તેમનું બાઇક નીચે ખાબક્યું. પાણીમાં પડ્યા બાદ તેમને ગુણીઓના સહારે નદીમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરવો પડ્યો. તેમણે જણાવ્યું કે તેઓ નદીમાંથી બહાર નીકળનાર સૌ પ્રથમ વ્યક્તિ હતા.

પ્રત્યક્ષદર્શીએ જણાવી આપવીતિ

નરેન્દ્રભાઈએ જણાવ્યું કે, ઘટના સમયે તેઓ બાઇક પર પોતાના સાથી ભુપેન્દ્રભાઈ સાથે હતા. પરંતુ ઘટના બાદ ભુપેન્દ્રભાઈનો હજુ સુધી કોઈ પતો નથી લાગ્યો. તેમણે કહ્યું કે ઘટના સમયે ઘણા વાહનો અને લોકો નદીમાં ખાબક્યા હતા. નરેન્દ્રભાઈ ઘટનાને લઈને તંત્રની બેદરકારીનો આક્ષેપ કરે છે. તેમના મતે તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી ન કરવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ છે.

ઘટના બાદ ઘાયલોને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. પાંચ ઘાયલોમાંથી એક મહિલાને રજા મળી છે, જ્યારે ત્રણ લોકો હજુ સારવાર હેઠળ છે અને બેનું ઓપરેશન પણ કરવામાં આવ્યું છે. બચી ગયેલા નરેન્દ્રભાઈના પરિવારજનો ભગવાનનો આભાર માની રહ્યા છે અને તંત્રની બેદરકારી પર સવાલો ઉઠાવી રહ્યા છે. તેઓ કહે છે કે સરકારની સહાયથી માત્ર કાલનો પેટ ભરાય, પણ છોકરાઓનું ભવિષ્ય શું થશે?

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો