Ghambhira Bridge Collapse : બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક 15 થયો, તપાસ માટે 6 સભ્યોની કમિટીની રચના કરાઇ, 30 દિવસમાં સરકારને આપશે અહેવાલ

Ghambhira Bridge Collapse : બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક 15 થયો, તપાસ માટે 6 સભ્યોની કમિટીની રચના કરાઇ, 30 દિવસમાં સરકારને આપશે અહેવાલ

| Edited By: | Updated on: Jul 10, 2025 | 12:35 PM

વડોદરા જિલ્લાના પાદરા નજીક આવેલો ગંભીરા બ્રિજ ધરાશાયી થવાની ઘટનામાં 15 લોકોના મોત નિપજ્યાં હોવાનું સત્તાવાર સામે આવ્યું હતુ. ત્યારે બ્રિજ દુર્ઘટનામાં તપાસ માટે સરકારે કમિટીની રચના કરી છે.

વડોદરા જિલ્લાના પાદરા નજીક આવેલો ગંભીરા બ્રિજ ધરાશાયી થવાની ઘટનામાં 15 લોકોના મોત નિપજ્યાં હોવાનું સત્તાવાર સામે આવ્યું હતુ. ત્યારે બ્રિજ દુર્ઘટનામાં તપાસ માટે સરકારે કમિટીની રચના કરી છે. બ્રિજ દુર્ઘટનામાં તપાસ માટે 6 સભ્યોની કમિટી બનાવાઈ છે. કમિટી બ્રિજ તૂટવાના કારણો, ક્ષતિ, બેદરકારીની તપાસ કરશે. સંપૂર્ણ અહેવાલ 30 દિવસમાં સરકારને સોંપવામાં આવશે.

ભવિષ્યમાં આવી દુર્ઘટના ન સર્જાય તે માટે સૂચનો અપાશે. માર્ગ-મકાન વિભાગના અધિક સચિવ,મુખ્ય ઈજનેરનો કમિટીમાં સમાવેશ કરાયો છે. અહીં સવાલ એ પણ ઊઠી રહ્યાં છે કે જો તંત્ર વહેલા જ જાગ્યું હોત તો આ પરિસ્થિતિ ન સર્જાઈ હોત.

24 કલાક બાદ પણ સર્ચ ઓપરેશન યથાવત

ગઈકાલે આખી રાત સર્ચ ઓપરેશન બાદ આજે બીજા દિવસે પણ સર્ચ ઓપરેશન યથાવત છે. જો કે પૂનમને લીધે ભરતીના પાણી હોઈ તંત્રને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ એવા અનેક પરિવારજનો છે કે જે ગઈકાલથી નદી કિનારે તેમના સ્વજનની રાહે બેઠા છે. ગઈકાલે કામ પર નીકળેલા સંતાનોની હજુ સુધી ભાળ ન મળતા માતા-પિતાની હાલત કફોડી બની છે.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published on: Jul 10, 2025 10:32 AM