Morbi: મચ્છુ-3 ડેમનો એક દરવાજો ખોલાયો, નીચાણવાળા ગામડાને સતર્ક કરવામાં આવ્યા, જુઓ Video

| Edited By: | Updated on: Jun 09, 2023 | 10:35 PM

મોરબી મચ્છુ-3 ડેમનો એક દરવાજો બે ફૂટ ખોલવામાં આવ્યો. મચ્છુ-3 ડેમનું રૂલ લેવલ જાળવવા માટે દરવાજો ખોલાયો. મહત્વનુ છે કે ડેમના નીચાણવાળા વિસ્તારના ગામને સતર્ક કરવામાં આવ્યા હતા.

Morbi: મોરબીના મચ્છુ-3 ડેમનો એક દરવાજો બે ફૂટ ખોલવામાં આવ્યો. ડેમમાંથી હાલ 1832 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. વહીવટી તંત્રએ ડેમના નીચાણવાળા વિસ્તારના ગામને સતર્ક રહેવા સૂચના આપી છે. મચ્છુ-3 ડેમનું રૂલ લેવલ જાળવવા માટે એક દરવાજો ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. 1832 ક્યુસેક આઉટફલો હોવાની માહિતી સામે આવી છે.

આ પણ વાંચો : ભીખ મંગાવવાના ઈરાદે બાળકીનું કર્યું અપહરણ, પોલીસે આરોપીને ઝડપી કરી કાર્યવાહી

મોરબીના નવા સાદુળકા ગામ પાસે આવેલા મચ્છુ 3 સિંચાઈ યોજનામાં રૂલ લેવલ મેન્ટેન કરવા માટે મચ્છુ 3 ડેમનો દરવાજો બપોરે 2 ફૂટ ખોલવામાં આવ્યો છે. જેથી સિંચાઈ યોજનાના હેઠવાસમાં આવેલા ગામોને તકેદારીના પગલા લેવા તેમજ નદીના પટમાં નહીં જવા સુચના આપવામાં આવી છે. ડેમનો 1 દરવાજો ખોલવામાં આવતા મોરબી અને માળિયા તાલુકાના 20 ગામોને એલર્ટ આપવામાં આવ્યું હતું.

જેમાં મોરબી તાલુકાના માનસર, રવાપર, અમરનગર, ગોરખીજડીયા, વનાળીયા, સાદુળકા, નારણકા, ગુંગણ, નાગડાવાસ, સોખડા અને બહાદુરગઢ ગામો તેમજ માળિયા તાલુકાના દેરાળા, મહેન્દ્રગઢ, વીરવિદરકા, ફતેપર, મેઘપર, નવાગામ, રાસંગપર, માળિયા-મિયાણા અને હરીપર સહિતના ગામોને એલર્ટ આપવામાં આવ્યું હતું.

મોરબી સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published on: Jun 09, 2023 10:34 PM