Kheda : સફાઈ કર્મીઓની હડતાળથી શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય વધ્યું, સમસ્યાનો વહેલી તકે હલ લાવવા કર્મીઓની માગ, જુઓ Video
ખેડાના નડિયાદમાં સફાઈ કર્મીઓની હડતાળથી સફાઈ કામગીરી અટકી ગઈ છે. સફાઈ કર્મીઓની હડતાળથી નડિયાદમાં ઠેર-ઠેર ગંદકી ફેલાઈ રહી છે. કાયમી ભરતીની માગ સાથે સફાઈ કર્મીઓ 4 દિવસથી હડતાળ પર છે.
ખેડાના નડિયાદમાં સફાઈ કર્મીઓની હડતાળથી સફાઈ કામગીરી અટકી ગઈ છે. સફાઈ કર્મીઓની હડતાળથી નડિયાદમાં ઠેર-ઠેર ગંદકી ફેલાઈ રહી છે. કાયમી ભરતીની માગ સાથે સફાઈ કર્મીઓ 4 દિવસથી હડતાળ પર છે. મળતી માહિતી અનુસાર 200થી વધુ કર્મીઓ હડતાળ પર જતા અનેક વિસ્તારોમાં કચરાના ઢગલા જોવા મળ્યા છે.
જૂની કોન્ટ્રાકટ પદ્ધતિથી કામ કરતા કર્મીઓનો નવા નિયમોનો વિરોધ નોંધાવ્યો છે. કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં જોડાવાના વિરોધમાં સફાઈ કર્મચારીઓએ હડતાળ કરી છે. વહેલીતકે પ્રશ્નોના નિરાકરણ માગ સાથે સફાઈ કર્મચારીઓએ હડતાળ કરી છે.
નવા નિયમો હેઠળ કામ ન કરવા સફાઈ કર્મચારીની માગ
નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનતા નડિયાદ શહેરનો હદ વિસ્તાર વધી ગયો છે. જેથી સફાઈ કર્મચારીઓની વધુ જરૂરિયાત ઉભી થતા કોન્ટ્રાક્ટ પદ્ધતિથી સફાઈ કર્મચારીઓની ભરતી કરવામાં આવશે.જેને કારણે હાલના કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કામ કરતા કર્મચારીઓ નવા નિયમો હેઠળ કામ કરવા તૈયાર નથી. જેના કારણે તેઓ હડતાળ પર ઉતરી ગયા છે.
ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો