Gandhinagar : અડાલજમાંથી ઝડપાયો ગાંજાનો જથ્થો, આરોપીની ધરપકડ કરી હાથ ધરી તપાસ, જુઓ Video
ગુજરાતમાં અવારનવાર નશાકારક પદાર્થો ઝડપાતા હોય છે. ત્યારે ગાંધીનગરમાં ફરી એક વાર ગાંજા સાથે આરોપીની ઝડપાયો છે. અડાલજની SOG પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે.પોલીસ તપાસમાં આરોપીનું નામ ભરત રાવળ હોવાનું સામે આવ્યું છે.

આરોપી પાસેથી પોલીસે 700 ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે. જેની બજારમાં કુલ કિંમત 7 હજાર જેટલી છે. પોલીસે આરોપી પાસેથી કુલ 12 હજારનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સાથે જ આરોપી ક્યાંથી ગાંજાનો જથ્થો લાવ્યો હતો. કોને વેચવાનો હતો તેની તપાસ હાથ ધરવામાં આવી છે.
ગાંજા સાથે આરોપીને ઝડપ્યો
ઉલ્લેખનીય છે કે ગુજરાતના પાટનગરમાં ગાંજાના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર પોલીસે પણ આરોપીને બાતમીના આધારે દબોચ્યો છે.આ સાથે જ આરોપી ક્યાંથી ગાંજાનો જથ્થો લાવ્યો હતો. કોને વેચવાનો હતો તેની તપાસ હાથ ધરવામાં આવી છે.