વિરમગામના ખેડૂતોનો વિધાનસભા બહાર વિરોધ, બિલ્ડર સાથે મિલીભગતનો આક્ષેપ – જુઓ Video

| Edited By: | Updated on: Mar 18, 2026 | 5:26 PM

વિરમગામ તાલુકાના ખેડૂતો આજે પોતાની ખેતીની જમીન બચાવવા માટે ન્યાયની આશા સાથે ગાંધીનગર વિધાનસભા પહોંચ્યા હતા. 60થી વધુ ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે, તેમની 35 વિઘા જેટલી વારસાઈ જમીનમાંથી બિલ્ડરો સાથે મિલીભગત કરી ગેરકાયદેસર રીતે રસ્તો કાઢવામાં આવી રહ્યો છે.

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આજે વિરમગામ તાલુકાના ખેડૂતોએ પોતાની કિંમતી ખેતીની જમીન બચાવવા માટે ન્યાયની માંગ સાથે મોરચો માંડ્યો હતો. અંદાજે 60થી વધુ ખેડૂતોનો કાફલો આજે સવારે જ વિરમગામથી વિધાનસભા પહોંચ્યો હતો અને તંત્ર સામે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. ખેડૂતોનો આક્ષેપ છે કે, તેમની 35 વિઘા વારસાઈ ખેતીની જમીનમાંથી બિલ્ડર સાથે મિલીભગત કરી ગેરકાયદેસર રીતે રસ્તો કાઢવામાં આવી રહ્યો છે.

આ મામલે ખેડૂતોએ સ્થાનિક ધારાસભ્ય હાર્દિક પટેલ, પ્રાંત અધિકારી અને મામલતદાર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે, વહીવટી તંત્ર બિલ્ડરના હિતમાં કામ કરી રહ્યું છે. જો કે, વિધાનસભા બહાર વિરોધ પ્રદર્શન કરી રહેલા આ ખેડૂતોની પોલીસે અટકાયત કરી હતી.

Breaking News: પાંચકુવા સિંધી માર્કેટમાં વિકરાળ આગની ચપેટમાં 30 દુકાન, 100 ફાયરકર્મીઓ મેદાનમાં

Follow Us