Gandhinagar : PM મોદીની હાજરીમાં રાજભવનમાં બેઠકોનો ધમધમાટ, વિકાસ કાર્યો અને સંગઠનના હોદ્દેદારો સાથે વર્તમાન રાજકીય સ્થિતિની સમીક્ષા
Gandhinagar: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં રાજભવનમાં બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. રાજ્યના વિકાસ કાર્યો અને સંગઠનના હોદ્દેદારો સાથે વર્તમાન રાજકીય સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજાઈ છે. સવારે 10.30થી 2.30 સુધી આ બેઠકો યોજાશે ત્યારબાદ 3 વાગ્યે પીએમ મોદી દિલ્હી જવા રવાના થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે ત્યારે રાજભવન ખાતે PM મોદીની મહત્વની બેઠક યોજાઈ રહી છે. ગુજરાતના રાજભવનમાં 10.30થી 2.30 સુધી 4 કલાક પીએમ મોદીનો બેઠકોનો દૌર ચાલશે. ગુજરાતના વિકાસકાર્યો અને રાજકીય મુદ્દાઓને લઈને મંથન કરવાનું ચાલી રહ્યુ છે. પીએમ મોદી રાજ્યના વિકાસ કાર્યોની સમીક્ષા કરશે. ગુજરાતના રાજકીય મુદ્દાઓને લઈને પણ પીએમ મોદી બેઠકમાં ચર્ચા કરશે. બોર્ડ નિગમમાંં નવી નિયુક્તિ, રાજ્યના પ્રધાન મંડળના વિસ્તરણ જેવા વિષયો પર પીએમ મોદી ભાજપના પ્રદેશ આગેવાનો સાથે બેઠક કરશે. આ દરમિયાન ભાજપ સંગઠનના મુદ્દે પીએમ મોદી ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ સાથે પણ ચર્ચા કરશે. જેને લઈને પાટીલ પણ રાજભવન પહોંચ્યા છે.
રાજભવનમાં બેઠકોનો ધમધમાટ
આ અગાઉ વડાપ્રધાન મોદી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા હતા. અહીં પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ અલ્બાનીસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પીએમના આગમનને લઈને સમગ્ર સ્ટેડિયમ દર્શકોથી ખચોખચ ભરાઈ ગયુ હતુ. 70 હજારથી વધુ દર્શકો સ્ટેડિયમમાં હાજર છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પીએમએ નિહાળી ટેસ્ટ મેચ
આ અગાઉ વડાપ્રધાન મોદી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા હતા. અહીં પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ અલ્બાનીસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પીએમના આગમનને લઈને સમગ્ર સ્ટેડિયમ દર્શકોથી ખચોખચ ભરાઈ ગયુ હતુ. 70 હજારથી વધુ દર્શકો સ્ટેડિયમમાં હાજર છે. પીએમ મોદીએ બંને દેશના ક્રિકેટરોને પણ મળ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ કેપ્ટન રોહિતને ટેસ્ટ કેપ આપી હતી. તે જ સમયે, ઓસ્ટ્રેલિયાના પીએમએ સ્ટીવ સ્મિથને ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ કેપ બેગી ગ્રીન આપી હતી. આ કાર્યક્રમ બાદ બંને પીએમે ગ્રાઉન્ડનું ચક્કર લગાવ્યો હતુ. બંને ઈલેક્ટ્રોનિક બગીમાં સવાર હતા. આ દરમિયાન સ્ટેડિયમમાં મા તુઝે સલામ ગીત વાગી રહ્યુ હતુ. આ દરમિયાન અમેરિકાથી આવેલા ગુજરાતી સિંગરે પણ પરફોર્મન્સ આપ્યું હતું.