AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગાંધીનગરના કલોલમાં કંપનીમાં ભીષણ આગ, દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા ! જુઓ Video

Breaking News : ગાંધીનગરના કલોલમાં કંપનીમાં ભીષણ આગ, દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા ! જુઓ Video

| Updated on: Oct 17, 2026 | 1:45 PM
Share

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ખાતરજમાં આવેલી સંગમ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડમાં ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં કલોલ ફાયર વિભાગની ટીમો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે, જ્યારે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ખાતરજ વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ખાતરજ સ્થિત સંગમ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડમાં આગ લાગતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી ભીષણ હતી કે ઘટનાસ્થળેથી ઊંચે સુધી ધુમાડાના ગોટેગોટા ઊડતા જોવા મળ્યા હતા.

કંપનીમાં આગ લાગ્યાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. કોલ મળતાં જ કલોલ ફાયર વિભાગની ટીમો ફાયર ફાઇટર વાહનો સાથે ઘટનાસ્થળે રવાના થઈ હતી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી.

આગ લાગતાં લોકોમાં દોડધામ

કંપનીમાં આગ લાગતાં આસપાસના વિસ્તારમાં લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાસ્થળેથી ઊઠતા ધુમાડાને કારણે દૂરના વિસ્તારોમાંથી પણ આગના ગોટેગોટા જોઈ શકાતા હતા. આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને આસપાસના વિસ્તારમાં સુરક્ષાની વ્યવસ્થા હાથ ધરવામાં આવી હતી. હાલમાં કંપનીમાં આગ કયા કારણોસર લાગી તે અંગેની ચોક્કસ માહિતી સામે આવી નથી. આગ બુઝાવવાની કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

આગ સંપૂર્ણપણે કાબૂમાં આવ્યા બાદ જ ઘટનાની પરિસ્થિતિ અને સંભવિત કારણ અંગે વધુ સ્પષ્ટતા થઈ શકશે. આગની ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. જોકે, આગને કારણે કંપનીને કેટલું નુકસાન થયું છે તે અંગે પણ સત્તાવાર વિગતો ઉપલબ્ધ નથી. ફાયર વિભાગ અને પોલીસની કામગીરી બાદ આગ લાગવાનું ચોક્કસ કારણ તથા નુકસાનની વિગતો સામે આવવાની શક્યતા છે. હાલ સમગ્ર ઘટનાને લઈને તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો, Gold Silver Rate In Ahmedabad : અમદાવાદમાં સોનાના ભાવમાં વધારો, પણ 1 મહિનામાં ₹5,180 નો કડાકો! ખરીદી કરતાં પહેલાં જુઓ આજના રેટ

 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">