Gandhinagar: વિધાનસભામાં કેગનો અહેવાલ રજૂ કરાયો, રાજ્યમાં 22,548 કરોડની મહેસુલી ખાદ્ય

|

Mar 31, 2022 | 3:13 PM

કોંગ્રેસના હોબાળા બાદ મોકૂફ રખાયેલું ગૃહ (Legislative Assembly)15 મીનિટ બાદ ફરી શરૂ થયું હતું અને તેમાં કેગનો (CAG Report) અહેવાલ રજુ કરવામાં આવ્યો હતો.

Gandhinagar:  કોંગ્રેસના હોબાળા બાદ મોકૂફ રખાયેલું ગૃહ (Legislative Assembly)15 મીનિટ બાદ ફરી શરૂ થયું હતું અને તેમાં કેગનો (CAG Report) અહેવાલ રજુ કરવામાં આવ્યો હતો. રાજ્યમાં વર્ષ 2020 -21 થી મહેસુલી પુરાત સામે 22,548 કરોડની મહેસુલી ખાદ્ય થઈ છે. મહેસુલી આવકમાં 14688 કરોડના ઘટાડા સામે કુલ ખર્ચમાં 10857 કરોડનો વધારો થયો છે. લોન અને પેશગીની વસુલાતમાં 174 કરોડનો ઘટાડો થતાં ખાધ વધી છે.

જાહેરમાં ઘાસચારો વેચવા મામલે સરકાર દંડમાં ઘટાડો કરશે. મૂળ બિલમાં સૂચિત બન્ને રકમ પહેલી વખતના ગુનામાં રૂ. 10,000 થી રૂ. 50,000 સુધીની અને બીજી વખતના ગુનામાં રૂ. 50,000થી રૂ. 1લાખની દર્શાવાઇ હતી, જેમાં દંડક તરફથી સુધારો કરી પ્રથમ ગુનામાં રૂ. 1000 થી રૂ. 5000 જ્યારે બીજી વખતના ગુનામાં રૂ. 5000 થી રૂ. 25,000 ની જોગવાઇ સૂચવવામાં આવી હતી.

ગૃહમાં નીતિન પટેલે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે નર્મદાની કલ્પના સરદાર પટેલની હતી. જવાહરલાલ નહેરુની ન હતી. નર્મદા યોજના આગળ ના વધે એ માટેનું કામ જવાહર લાલ નેહરુએ કર્યું હતું. નર્મદાની સંપૂર્ણ કલ્પના અને તે સાકર થઈ એનું ક્રેડિટ માત્ર સરદાર પટેલને જાય છે બીજા કોઈને નહિ. નીતિન પટેલના નિવેદન સામે કોંગ્રેસના સી.જે. ચાવડાએ કહ્યું કે સરકાર પટેલ પણ વર્ષો સુધી કોંગ્રેસના હતા એટલે એ અમારી જ કલ્પના હતી. જોકે ક્રેડિટ લેવાની ચડસાચડસીમાં ગૃહમાં હોબાળો થયો હતો.

આ પણ વાંચો : Gandhinagar: નર્મદા-કલ્પસર યોજનાને લઇને ગૃહમાં ભાજપ-કોંગ્રેસ આમને સામને, ગૃહને 15 મિનિટ મૌકુફ રખાયું

આ પણ વાંચો : Pariksha Pe Charcha 2022: ગુજરાતના 55 લાખથી વધુ વિદ્યાર્થીઓ ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમમાં જોડાશે, શાળાઓમાં કરાશે જરૂરી વ્યવસ્થાઓ

Published On - 12:47 pm, Thu, 31 March 22

Next Video