Gandhinagar: નર્મદા-કલ્પસર યોજનાને લઇને ગૃહમાં ભાજપ-કોંગ્રેસ આમને સામને, ગૃહને 15 મિનિટ મૌકુફ રખાયું
નીતિન પટેલ બોલતા હતા ત્યારે તેમના બોલવા સમયે વાંધો ઉઠાવાયો હતો. જે બદલ નીતિન પટેલે પ્રતાપ દુધાતને ઠપકો આપ્યો હતો ત્યાર બાદ હોબાળો થયો હતો. આ ઘટના બાદ અધ્યક્ષે જણાવ્યું કે કલ્પસર સામે જે રીતે પક્ષ વિપક્ષ સામ સામે આવ્યા એ યોગ્ય નથી,
Gandhinagar: કલ્પસર અને નર્મદા યોજના (Narmada-Kalpsar project)અંગે પક્ષ વિપક્ષ આમને સામને આવી ગયા હતા. કોંગ્રેસના MLA દ્વારા ગૃહમાં સુત્રોચ્ચાર કરાયો હતો. જેથી સાર્જન્ટને બોલાવવાની ફરજ પડી હતી. હોબાળાને પગલે ગૃહ (Assembly) 15 મીનિટ માટે મોકુફ રખાયું હતું. ગૃહમાં નીતિન પટેલે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે નર્મદાની કલ્પના સરદાર પટેલની હતી. જવાહરલાલ નહેરુની ન હતી. નર્મદા યોજના આગળ ના વધે એ માટેનું કામ જવાહર લાલ નેહરુએ કર્યું હતું. નર્મદાની સંપૂર્ણ કલ્પના અને તે સાકર થઈ એનું ક્રેડિટ માત્ર સરદાર પટેલને જાય છે બીજા કોઈને નહિ. નીતિન પટેલના નિવેદન સામે કોંગ્રેસના સી.જે. ચાવડાએ કહ્યું કે સરકાર પટેલ પણ વર્ષો સુધી કોંગ્રેસના હતા એટલે એ અમારી જ કલ્પના હતી. જોકે ક્રેડિટ લેવાની ચડસાચડસીમાં ગૃહમાં હોબાળો થયો હતો.
નીતિન પટેલ બોલતા હતા ત્યારે તેમના બોલવા સમયે વાંધો ઉઠાવાયો હતો. જે બદલ નીતિન પટેલે પ્રતાપ દુધાતને ઠપકો આપ્યો હતો ત્યાર બાદ હોબાળો થયો હતો. આ ઘટના બાદ અધ્યક્ષે જણાવ્યું કે કલ્પસર સામે જે રીતે પક્ષ વિપક્ષ સામ સામે આવ્યા એ યોગ્ય નથી, આવો ઉશ્કેરાટ કોઈને શોભતો નથી. માઇક કેવી રિતે ચાલુ થયું એની તપાસ કરીશ, તમામ ધારાસભ્યોએ ગૃહની ગરિમા જળવવી જોઇએ. કોઈની સીટ સુધી જવાની જરૂર નથી. જે બન્યું છે એ ફરી ના થાય એવી સૌને વિનંતી છે.
આ પણ વાંચો : Mehsana : સ્વિમિંગ પુલનું ઉદ્ઘાટન કરવામાં રાજનીતિ, ભાજપ ઉદ્ઘાટન કરે તે પહેલા કૉંગ્રેસે સ્વિમિંગ પુલ ખુલ્લો મૂક્યો
આ પણ વાંચો: બે રશિયન અવકાશયાત્રીઓ સાથે પૃથ્વી પર પાછા ફર્યા US અવકાશયાત્રીઓ, બનાવ્યો આ રેકોર્ડ