બે રશિયન અવકાશયાત્રીઓ સાથે પૃથ્વી પર પાછા ફર્યા US અવકાશયાત્રીઓ, બનાવ્યો આ રેકોર્ડ

નાસાનુ કહેવુ છે કે, બંને દેશો ISS પર સહયોગ આપવાનું ચાલુ રાખી રહ્યા છે, પરંતુ માનવ સંશોધકો માટે ચંદ્ર, મંગળ અને તેનાથી આગળનો માર્ગ પણ મોકળો કરી રહ્યા છે.

બે રશિયન અવકાશયાત્રીઓ સાથે પૃથ્વી પર પાછા ફર્યા US અવકાશયાત્રીઓ, બનાવ્યો આ રેકોર્ડ
Astronaut (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2022 | 8:19 AM

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ (Russia Ukraine Crisis) વચ્ચે અમેરિકન અવકાશયાત્રી માર્ક વંદે હેઈ બે રશિયન અવકાશયાત્રીઓ (Russian Astronaut) સાથે રશિયન સ્પેસ કેપ્સ્યુલમાં પૃથ્વી પર પાછા ફર્યા છે.તેઓએ કઝાકિસ્તાનમાં પેરાશૂટ દ્વારા સુરક્ષિત ઉતરાણ કર્યું હતુ. નાસાના(NASA)  અવકાશયાત્રી માર્ક વંદે હેઈ અને રશિયન અવકાશયાત્રીઓ એન્ટોન શ્કાપ્લેરોવ અને પ્યોટર ડુબ્રોવને લઈ જતી કેપ્સ્યુલે માંથી કેટલાક કલાકો પછી પેરાશૂટ લેન્ડિંગ પૂર્ણ કરવામાં આવ્યુ હતુ.

નાસાના એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સન માર્કના મિશન (NASA Mission) માત્ર રેકોર્ડ તોડી રહ્યું નથી, પણ માનવ માટે ચંદ્ર અને મંગળ પર જવાનો માર્ગ મોકળો કરી રહ્યું છે.આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશને (International Space Station) તમામ અવકાશયાત્રીના આ મિશન માટે તેમના અતુલ્ય યોગદાન બદલ તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

અવકાશમાં સૌથી વધુ દિવસોનો રેકોર્ડ તોડ્યો

અમેરિકી અવકાશયાત્રી વંદે હેઈ નામે અવકાશમાં સૌથી વધુ સમય રહેવાનો રેકોર્ડ બનાવ્યો છે. અગાઉ 2016માં સ્કોટ કેલીએ અંતરિક્ષમાં 340 દિવસ વિતાવ્યા હતા. જ્યારે અગાઉના રેકોર્ડને તોડીને માર્ક 355 દિવસ અવકાશમાં વિતાવ્યા હતા.

ચંદ્ર અને મંગળ પર જવાનો માર્ગ મોકળો કરી રહ્યા છે અવકાશયાત્રીઓ

વંદે હેઈ અને રોસકોસમોસ અવકાશયાત્રીઓ ઓલેગ નોવિટસ્કી અને પ્યોટર ડુબ્રોવને વહન કરતી સોયુઝ કેપ્સ્યુલ ગયા વર્ષે એપ્રિલમાં ઉડાન ભરી હતી.સ્પેસ કોઓપરેશન હેઠળ, યુએસ ISS પર પાવર અને લાઇફ સપોર્ટને નિયંત્રિત કરે છે, જ્યારે રશિયા અન્ય વસ્તુઓને નિયંત્રિત કરે છે. યુક્રેન સાથે વ્લાદિમીર પુતિનના (President Vladimir Putin) યુદ્ધને લઈને યુએસ અને રશિયા વચ્ચે વધતા તણાવ છતાં વાંદે હેઈએ તેનુ મિશન પૂર્ણ કર્યું હતુ.

નાસાએ કહ્યું કે, બંને દેશો ISSને સહયોગ આપવાનું ચાલુ રાખી રહ્યા છે,.જોકે રશિયાની સ્પેસ એજન્સી રોસકોસમોસના વડા દિમિત્રી રોગોઝિને યુક્રેન પરના આક્રમણ પછી તરત જ ટ્વિટ કરીને ભડક્યા હતા.

આ પણ વાંચો : EAM એસ જયશંકરે યુએસ સ્ટેટ સેક્રેટરી ઓફ સ્ટેટ બ્લિંકન સાથે ફોન પર વાત કરી, યુક્રેન સંકટ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા

g clip-path="url(#clip0_868_265)">