AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mehsana : સ્વિમિંગ પુલનું ઉદ્ઘાટન કરવામાં રાજનીતિ, ભાજપ ઉદ્ઘાટન કરે તે પહેલા કૉંગ્રેસે સ્વિમિંગ પુલ ખુલ્લો મૂક્યો

Mehsana : સ્વિમિંગ પુલનું ઉદ્ઘાટન કરવામાં રાજનીતિ, ભાજપ ઉદ્ઘાટન કરે તે પહેલા કૉંગ્રેસે સ્વિમિંગ પુલ ખુલ્લો મૂક્યો

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2022 | 11:57 AM
Share

રૂપિયા 6.65 કરોડના ખર્ચે તૈયાર થયેલા અટલ સ્પોર્ટ્સ સેન્ટરમાં આવતીકાલે નીતિન પટેલ સ્વિમિંગ પુલનું ઉદ્ઘાટન કરવાના હતા. પરંતુ તેઓ ઉદ્ઘાટન કરે તે પહેલા જ કૉંગ્રેસના નેતાઓ અટલ સ્પોર્ટ્સ સેન્ટર પર પહોંચી ગયા હતા.

મહેસાણામાં (Mehsana) સ્વિમિંગ પુલના (Swimming pool)ઉદ્ઘાટનને લઈ રાજનીતિ ગરમાઈ છે. (BJP)ભાજપના શાસકો પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના હસ્તે ઉદ્ઘાટન કરાવે તે પહેલા જ (Congress)કૉંગ્રેસના નેતાઓએ સ્વિમિંગ પુલનું ઉદ્ઘાટન કરી નાખ્યું છે. રૂપિયા 6.65 કરોડના ખર્ચે તૈયાર થયેલા અટલ સ્પોર્ટ્સ સેન્ટરમાં આવતીકાલે નીતિન પટેલ સ્વિમિંગ પુલનું ઉદ્ઘાટન કરવાના હતા. પરંતુ તેઓ ઉદ્ઘાટન કરે તે પહેલા જ કૉંગ્રેસના નેતાઓ અટલ સ્પોર્ટ્સ સેન્ટર પર પહોંચી ગયા હતા.નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા કમલેશ સુતરિયા, પૂર્વ પ્રમુખ જયદીપસિંહ ડાભી, ભૌતિક ભટ્ટ સહિતના કોંગ્રેસના નેતાઓએ સ્વિમિંગ પુલ ખુલ્લો મૂકી દીધો છે. કૉંગ્રેસનો દાવો છે કે સ્વિમિંગ પુલ બનાવવાની મંજૂરી નગરપાલિકામાં જ્યારે કૉંગ્રેસનું શાસન હતું ત્યારે અપાઈ હતી. અને કૉંગ્રેસના શાસન દરમિયાન અડધી કામગીરી પૂર્ણ થઈ હતી. તેમ છતાં ભાજપના શાસકોએ કૉંગ્રેસના નેતાઓને આમંત્રણ પણ નથી આપ્યું. કૉંગ્રેસે આક્ષેપ કર્યો કે ભાજપ ખોટો જશ ખાટવા માટેના પ્રયત્નો કરી રહી છે. અને કિન્નાખોરી રાખી રહી છે.

આ અંગે વિપક્ષ નેતા કમલેશ સુતરિયાએ જણાવ્યું કે, મહેસાણા પાલિકા જ્યારે કોંગ્રેસ શાસિત હતી. એ દરમિયાન અમારા માજી પ્રમુખ દ્વારા આ અટલ સપોર્ટ કોમ્પ્લેક્ષનું ખાતમુરત કરેલું અને તેમના કાર્યકાળ દરમિયાન અડધાથી વધુ કામગીરી થઈ હતી, પરંતુ ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો અત્યારે કોંગ્રેસના વિપક્ષના નેતાનું પત્રિકામાં નામ પણ લખવાનું ભૂલી ગયા છે.

આ પણ વાંચો: Himachal Pradesh Assembly Election 2022: ચૂંટણીમાં મહિલાઓને ટિકિટ આપવાના મામલે હિમાચલ અન્ય રાજ્યોથી પાછળ, 2017માં માત્ર 9 મહિલાઓને મળી ટિકિટ

આ પણ વાંચો: નાણાકીય વર્ષના પ્રથમ 10 મહિનામાં ભારતીય કૃષિ ઉત્પાદનોની નિકાસમાં 25 ટકાનો ઉછાળો

Published on: Mar 31, 2022 11:56 AM
g clip-path="url(#clip0_868_265)">