Gandhinagar : પંચાયત વિભાગનાના તલાટી કમ મંત્રીઓના ભથ્થામાં વધારો કરાયો
ગુજરાત(Gujarat) સરકારે પંચાયત હસ્તકના તલાટી(Talati) કમ મંત્રીના ભથ્થાંમાં( Allowance) વધારો કરવાની જાહેરાત કરી છે. જેમાં સરકારે તેમનું ભથ્થું 900 રૂપિયાથી વધારીને 3000 રૂપિયા કર્યું છે. જો કે આ ભથ્થાની ગણતરી પેન્શનમાં કરાશે નહીં.
ગુજરાત(Gujarat) સરકારે પંચાયત હસ્તકના તલાટી(Talati) કમ મંત્રીના ભથ્થાંમાં( Allowance) વધારો કરવાની જાહેરાત કરી છે. જેમાં સરકારે તેમનું ભથ્થું 900 રૂપિયાથી વધારીને 3000 રૂપિયા કર્યું છે. જો કે આ ભથ્થાની ગણતરી પેન્શનમાં કરાશે નહીં. જ્યારે આજથી આ ભથ્થું અમલી બનશે. આ પૂર્વે ઓગષ્ટ માસમાં ગાંધીનગરમાં તલાટીઓની 20 દિવસથી ચાલતી હડતાલ સમેટાઈ હતી. જેમાં રાજ્ય સરકારે તલાટીઓની પાંચમાંથી ચાર માગણી સ્વીકારી છે.. જ્યારે એક મુદ્દા માટે કમિટીની રચના કરાશે..પંચાયત પ્રધાન બ્રિજેશ મેરજા સાથે બેઠક બાદ તલાટી મંડળના પ્રમુખ પંકજ મોદીએ જાહેરાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે પોલીસ કર્મચારી માટે પણ સરકારે મોટો નિર્ણય લીધો હતો. જેમાં પોલીસના વધારેલા પગારના ધોરણ મેળવવા ફરજિયાત કરાયેલી એફિડેવીટ રદ કરવામાં આવી છે. હવે પોલીસ કર્મચારીઓને કોઈ એફિડેવિટ નહી આપવું પડે.સરકારે સત્તાવાર રીતે એફિડેવિટના ઠરાવને રદ કર્યો છે.મહત્વનું છે કે, વિવિધ ભથ્થાઓ અને પગારા વધારાની જાહેરાત બાદ દરેક પોલીસ કર્મચારીઓને ફરજીયાત એફિડેવિટ કરવા માટે નિર્ણય લેવાયો હતો.જે મુજબ દરેક પોલીસ કર્મચારીએ પગારમાં વધારાની માંગ ના કરી શકે…સરકારના આ આદેશનો સોશિયલ મીડિયા થકી પોલીસ કર્મચારીઓએ વિરોધ કર્યો હતો. આવિવાદ બાદ સરકારે સત્તાવાર રીતે નવો ઠરાવ જાહેર કર્યો છે.જે મુજબ હવે પોલીસ કર્મચારીઓએ કોઈ એફિડેવિટ કરવું નહી પડે.
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
