AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે વર્ચ્યુઅલ માધ્યમથી 519 વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમૂહૂર્ત કર્યું

ગુજરાતમાં(Gujarat)  20 વર્ષનો વિશ્વાસ-20 વર્ષનો વિકાસ ‘વિશ્વાસથી વિકાસયાત્રા’ની(Development)  રાજ્યવ્યાપી ઉજવણી સંપન્ન થઈ છે. જેમાં આજે કેન્દ્રીય ગૃહ-સહકારિતા મંત્રી અમિત શાહે(Amit Shah)  વર્ચ્યુઅલ માધ્યમથી 519 વિકાસ કામોના લોકાર્પણ-ખાતમૂહૂર્તની ભેટ આપી છે.

ગુજરાતમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે વર્ચ્યુઅલ માધ્યમથી 519 વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમૂહૂર્ત કર્યું
Gujarat Amit Shah inaugurated 519 development works virtual
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2022 | 4:57 PM
Share

ગુજરાતમાં(Gujarat)  20 વર્ષનો વિશ્વાસ-20 વર્ષનો વિકાસ ‘વિશ્વાસથી વિકાસયાત્રા’ની(Development)  રાજ્યવ્યાપી ઉજવણી સંપન્ન થઈ છે. જેમાં આજે કેન્દ્રીય ગૃહ-સહકારિતા મંત્રી અમિત શાહે(Amit Shah)  વર્ચ્યુઅલ માધ્યમથી 519 વિકાસ કામોના લોકાર્પણ-ખાતમૂહૂર્તની ભેટ આપી છે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી મહાત્મા મંદિરના રાજ્યકક્ષાના કાર્યક્રમમાં સહભાગી થયા હતા. તેમજ વિવિધ જિલ્લા મથકોએ મંત્રીઓ-પદાધિકારીઓ પર હાજર રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાતનો 20 વર્ષનો વિકાસ અને ગુજરાતીઓનો સરકાર પરનો 20 વર્ષથી અવિરત વિશ્વાસ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વને આભારી છે. વડાપ્રધાનના માર્ગદર્શનમાં નંખાયેલા વિકાસના મજબુત પાયાને પરિણામે ગુજરાત વિકાસનું રોલ મોડેલ બન્યું છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની નવી દિલ્હીથી વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિતીમાં મહાત્મા મંદિર ગાંધીનગરમાં વિશ્વાસથી વિકાસ યાત્રાની રાજ્યકક્ષાની ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંબોધન કરી રહ્યા હતા.

ગૃહ નિર્માણ તથા માર્ગ અને મકાન વિભાગના રૂપિયા 394 કરોડના ખર્ચે 209 જેટલા વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ

આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે વર્ચ્યુઅલી કુલ રૂ. 1179 કરોડના ખર્ચે કુલ 519 જનહિતલક્ષી વિકાસકામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં પંચાયત, સામાન્ય વહીવટ, ગ્રામ વિકાસ, બંદરો અને વાહન વ્યવહાર, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, જળસંપત્તિ, શિક્ષણ, સામાજિક ન્યા અને અધિકારિતા, પાણી પુરવઠા, શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ તથા માર્ગ અને મકાન વિભાગના રૂપિયા 394 કરોડના ખર્ચે 209 જેટલા વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ તથા રૂપિયા ૭૮૫ કરોડના ખર્ચે 310 વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ પૈકી ગાંધીનગર સંસદીય વિસ્તારમાં રૂ. 346 કરોડના ખર્ચે 170 જેટલા વિકાસકાર્યો કરવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત સરકારનો આભાર માન્યો હતો. શાહે ગુજરાતે છેલ્લા એક વર્ષમાં મેળવેલી સિદ્ધઓ વિશે કહ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં નીતિ આયોગના હર ઘર જલ, પીએમ-જય અને ગ્રામીણ વિકાસ ઇન્ડેક્સમાં ગુજરાત પ્રથમ છે. વૈશ્વિક ટકાઉ સૂચકાંકમાં સ્વાસ્થ્ય અને ઉદ્યોગમાં પ્રથમ ક્રમે, જ્યારે ઊર્જા-જળવાયુમાં વર્ષ 2021 અને 2022 માં પ્રથમ ક્રમે રહ્યું છે. ભારતની કુલ નિકાસમાં ગુજરાત રાજ્ય 30 ટકાના હિસ્સા સાથે પ્રથમ ક્રમે છે.

છેલ્લા 8 વર્ષોમાં 31.3 લાખ કરોડનું વિદેશી રોકાણ આવ્યું છે

ગુજરાતના છેલ્લા 10 વર્ષમાં 8.2 ટકાના વિકાસ દરથી વૃદ્ધિ કરી છે. કોરોના મહામારીમાંથી વિશ્વ ઊભું પણ થયું નહોતું તેવામાં ગુજરાતની ભૂપેન્દ્રભાઈની સરકારે છેલ્લા એક વર્ષમાં આ વૃદ્ધિ દરને જાળવી રાખવામાં સફળતા મેળવી છે. દેશમાં છેલ્લા 8 વર્ષોમાં 31.3 લાખ કરોડનું વિદેશી રોકાણ આવ્યું છે, જેમાંથી માત્ર 57 ટકા એટલે કે 17.7 લાખ કરોડ રૂપિયાનું વિદેશી રોકાણ માત્ર ગુજરાતમાંથી જ આવ્યું છે.

ગુજરાતે આજે સેમીકંડક્ટરના નિર્માણક્ષેત્રે અંદાજે 1.40 લાખ કરોડ રૂપિયાના સમજૂતી કરાર કર્યા છે, જે 1 લાખથી વધુ યુવાનોને રોજગારી પૂરી પાડશે. ગુજરાતમાં આજે 98 ટકાથી વધારે ઘરોમાં નળથી જળ મળે છે, જે પૈકી 12 જિલ્લાના 123 તાલુકા અને 14477 ગામોમાં સો ટકા ઘરોમાં નલ સેજલ યોજના અંતર્ગત નળથી જળ મળે છે. તેમ તેમણે ઉમેર્યુ હતું. કેન્દ્રીય ગૃહ મંત્રી શાહે રાજ્યની સલામતી અને શાંતિ માટે ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને બિરદાવતાં કહ્યું હતું કે, ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જેણે નાર્કોટિક્સ વિરુદ્ધનું અભિયાન વધુ તેજ કર્યું છે અને લાખો કરોડો રૂપિયાનું ડ્રગ ઝડપીને નશાનો કારોબારને અટકાવ્યો છે. સમગ્ર દેશમાં સૌથી વધુ નાર્કોટિક્સ ડ્રગ્સ પકડનારું રાજ્ય ગુજરાત છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું કે 20 વર્ષના સમયગાળામાં ગુજરાતનો જે વિકાસ થયો, લોકોનો ઉત્કર્ષ થયો તે બેજોડ છે. આ ૨૦ વર્ષમાં ગુજરાતે અનેક સિદ્ધિઓ મેળવી છે, અપાર ઉપલબ્ધિઓ મેળવી, અખૂટ વિકાસ કર્યો છે તો સરકારે જનતાનો અતૂટ વિશ્વાસ સંપાદિત કર્યો છે. તેમણે ઉમેર્યું કે, ગુજરાતના આ 20 વર્ષ પ્રાયોરિટી પોલિસી અને પર્ફોર્મન્સના રહ્યા છે. ગુજરાત સરકારે જન કલ્યાણ અને વિકાસના કામોને હંમેશા પ્રાથમિકતા આપી છે, ગુજરાતને એક પોલિસી ડ્રીવન સ્ટેટ બનાવ્યું છે, તો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક માનાંક અને સૂચકાંકોમાં ગુજરાત પ્રથમ ક્રમે આવ્યું છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાતના પાછલા બે દાયકા એડવાન્સમેન્ટ, એમ્પાવરમેંટ અને ડેવલપમેન્ટને વરેલા રહ્યા છે સરકારે મહિલા, બાળકો, વિદ્યાર્થી, ખેડૂત, ગરીબ, વંચિત, આદિવાસી એવા તમામ વર્ગને વિકાસનો આધાર આપી સશક્ત બનાવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કોરોના મહામારી દરમિયાન દેશને આગવું નેતૃત્વ પૂરું પાડી વિશ્વનું સૌથી મોટું નિશુલ્ક રસીકરણ અભિયાન ચલાવી, ગરીબો માટે ભોજન- રાશનની વ્યવસ્થા કરી અને અર્થતંત્રને ગતિમાન પણ રાખ્યું છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી એ આરંભેલી ગુજરાતની વિકાસ યાત્રાના વાહક તરીકે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પછી તેમને સેવાદાયિત્વ મળ્યું છે ત્યારથી ગુજરાતની વિકાસ યાત્રા વધુ તેજ ગતિએ આગળ લઈ જવા તેમની ટીમ અવિરત કાર્યરત છે. આ સંદર્ભે તેમણે કહ્યું કે, કોરોના મહામારીની માઠી અસરોને પહોંચી વળીને આ વર્ષે સરકારે ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું રૂ. 2.44 લાખ કરોડનું બજેટ આપ્યું છે. મહિલાઓ માટેના ઉત્કર્ષ અને તે માટેની યોજનાઓ માટેની નાણાકીય જોગવાઈમાં ૪૨% નો માતબર વધારો કર્યો છે. સગર્ભા માતા અને બાળકના સ્વાસ્થ્યની 1 હજાર દિવસ સુધી સંપૂર્ણ દરકાર કરતી મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અમલી બનાવી છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્ય સરકારે જનહિતલક્ષી અભિગમ અપનાવી આવકના દાખલાની સમયાવધિ ૩ વર્ષ કરવી, નિયત સેવાઓમાંથી એફિડેવિટ કરવામાંથી મુક્તિ આપવી, તેમજ દિવ્યાંગતા પ્રમાણપત્ર અને એસ.ટી. બસ પાસની સમયાવધિ આજીવન કરી આપવા જેવા પગલાં લીધા છે.

મુખ્યમંત્રીએ રાજ્યમાં પ્રાકૃતિક ખેતી, આંતરિયાળ વિસ્તારોમાં નહેરોથી સિંચાઈના પાણી, જલ જીવન મિશન, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, ઇલેક્ટ્રોનિક એફ.આઇ.આર. સુવિધા વગેરે યોજનાઓ અને વિકાસ પ્રકલ્પોની સફળતાની માહિતી આપી હતી.તેમણે વધુમાં કહ્યું કે, આદિવાસી વિસ્તારોમાં સરકાર બે વર્ષમાં 500 જેટલા નવા મોબાઈલ ટાવર ઉભા કરવા જઈ રહી છે, આદિવાસીઓને આજીવિકા મળી રહે તે માટે વાંસ વિતરણ પણ સરકારે કર્યું છે. આ વિસ્તારોમાં વિદ્યાર્થીઓને નિશુલ્ક ગણવેશ આપવામાં આવે છે તેમજ આદિવાસી વિદ્યાર્થીઓને મળતી પી.એચ.ડી સ્કોલરશીપમાં વધારો કરી રૂ. 1 લાખ કરવામાં આવી છે.

ઔદ્યોગિક ઉત્પાદન 1.27 લાખ કરોડથી વધી 16.19 લાખ કરોડ પર પહોંચ્યું છે.

આ તકે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, 20 વર્ષમાં રાજ્યમાં ધાન્ય પાકનું ઉત્પાદન 23.48 લાખ મેટ્રીક ટનથી વધી 83.25 લાખ મેટ્રીક ટન પર પહોંચ્યું છે, બાગાયતી પાકનું ઉત્પાદન 62.01 લાખ મેટ્રીક ટનથી વધી 250.52 લાખ મેટ્રીક ટન પર પહોંચ્યું છે, ચેકડેમની સંખ્યા 3500 થી વધીને 1.65 લાખ પર પહોંચી છે, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોની સંખ્યા 2.74 લાખથી વધી 8.66 લાખ થઇ છે તેમજ ઔદ્યોગિક ઉત્પાદન 1.27 લાખ કરોડથી વધી 16.19 લાખ કરોડ પર પહોંચ્યું છે.

રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમારે મહાનુભાવોનું સ્વાગત કરીને જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિકાસ અને વિશ્વાસ એકબીજાના પર્યાય બની ગયા છે. 20 વર્ષમાં ગુજરાતે તમામ ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરેલી વિકાસયાત્રા આજે દેશ માટે મોડલ બની ગઇ છે. તેમજ દેશના વિકાસનું ગુજરાત ગ્રોથ એંજિન બની ગયું છે. રાજ્યમાં સર્વાગી વિકાસની અવરિત યાત્રા ચાલું છે. ટીમ ગુજરાતની અથાગ મહેનત થકી રાજ્યને ગુડ ગવર્ન્સમાં સમગ્ર દેશમાં રાજ્યને 2021માં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે. તેની સાથે સામાજિક ક્ષેત્રે ગુજરાતે નોંધપાત્ર કાર્ય કરીને દેશમાં આરોગ્ય ક્ષેત્રે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. શિક્ષણ ક્ષેત્રે રાજ્યનું વિદ્યાસમીક્ષા કેન્દ્ર આજે દેશનું રોલ કેન્દ્ર બની ગયું છે.

આ પ્રસંગે મહાત્મા મંદિર ખાતે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા, ધારાસભ્ય શંભુજી ઠાકોર અને બલરાજસિંહ ચૌહાણ, પ્રમુખ દિલીપ પટેલ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાશનાથન, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ એ.કે. રાકેશ સહિત ઉચ્ચ સનદી અધિકારીઓ અને મોટી સંખ્યામાં ભાઈ-બહેનો જોડાયા હતા.

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
g clip-path="url(#clip0_868_265)">